Video : તમને વાઘની તાકાત પર જરા પણ શંકા હોય તો જુઓ આ દ્રશ્ય, દાંત વડે આખી ગાડી ખેંચી લીધી !

|

Dec 31, 2021 | 5:40 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વાઘ જે રીતે પોતાના દાંતથી આખી ગાડી ખેંચે રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : તમને વાઘની તાકાત પર જરા પણ શંકા હોય તો જુઓ આ દ્રશ્ય, દાંત વડે આખી ગાડી ખેંચી લીધી !
Tiger video goes viral

Follow us on

Viral Video : સામાન્ય રીતે લોકો વેકેશન માણવા માટે જંગલ સફારી પાર્કની પહેલી પસંદગી કરતા હોય છે, પરંતુ ક્યારેક પ્રાણીઓની હરકતને કારણે પ્રવાસીઓને કડવો અનુભવ પણ થાય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર પ્રાણી (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક પ્રાણીઓની હરકતો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ જાય છે.

તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) સામે આવ્યો છે, જેમાં એક વાઘ (Tiger) જે રીતે પોતાના દાંતથી આખી ગાડી ખેંચી રહ્યો છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાઘની તાકાત જોઈને તમે પણ દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો કર્ણાટકના મૈસુરનો (Mysore) છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જંગલ સફારી પાર્કમાં (Safari Park) રસ્તા પર એક પ્રવાસી ગાડી ઉભી છે. આ જોઈને ત્યાં લટાર મારતો એક વાઘ આ ગાડી પાસે આવે છે અને પહેલા તેને ખેંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગાડીનો થોડો ભાગ તુટી જાય છે. બાદમાં જેવા પ્રવાસીઓ આ ગાડી સ્ટાર્ટ કરે છે કે તરત જ આ વાઘ આખી ગાડીને દાંત વડે ખેંચીને પાછળ લઈ જતો જોવા મળે છે. આ વાઘની તાકાત જોઈને તમે પણ દંગ રહી જશો.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બિઝનેસમેન Anand Mahindra દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શમાં લખ્યુ કે, વાઘ આ ગાડીને ખેંચી રહ્યો છે તે જોઈને મને નવાઈ નથી લાગી રહી, કારણ કે મહિન્દ્રા ગાડી છે જ મજેદાર….!

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે કોમેન્ટ (Comments) કરતા લખ્યુ કે, વાઘના દાંતમાં પણ આટલી તાકાત હોય એ આજે ખબર પડી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ દ્રશ્યો જોઈને મને મારી આંખ પર પણ વિશ્વાસ નથી આવતો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : વાંદરાઓએ ભેગા મળીને મગરને કરી પરેશાન, આ મસ્તી જોઈને તમે પણ હસીને લોટ પોટ થશો

Next Article