Viral : પોતાના બાળકનો જીવ બચાવવા આ મહિલાએ લગાવી છલાંગ, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ દિવસોમાં એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક મહિલા તેના બાળકનો જીવ બચાવવા જે રીતે છલાંગ લગાવે છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

Viral : પોતાના બાળકનો જીવ બચાવવા આ મહિલાએ લગાવી છલાંગ, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
A Woman saves her child
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:39 PM

Viral Video : આપણે ત્યાં કહેવત છે કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ છે. માતા (Mother) પોતાના બાળકને મુશ્કેલીમાંથી બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.એવુ કહેવાય છે કે ભગવાન(God)  દરેક જગ્યાએ રહી શકે નહીં, તેથી તેણે માતા બનાવી. આ કહેવતને દર્શાવતો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક મહિલા પોતાના બાળકનો જીવ બચાવવા જે રીતે પ્રયત્ન કરી રહી છે તે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળક સીડી પરથી બીજા માળે જવાનો પ્રયત્ન કરી રહ્યો છે.આ દરમિયાન કંઈક એવુ થાય છે , જે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેમના બાળક સાથે લિફ્ટમાંથી (Lift) બહાર આવે છે. આ પછી મહિલા ખૂણામાં જઈને ઊભી રહે છે અને તેનું બાળક સીડી તરફ જવાનું શરૂ કરે છે. જો કે, મહિલાને તેનું બાળક ક્યાં જઈ રહ્યું છે તે ધ્યાનમાં રહેતુ નથી. બાદમાં બાળક સીડી પર ચડવાના ચક્કરમાં નીચે પડી જાય છે. આ પછી જે થયુ, તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મહિલા સુપરમોમની(Super Mom)  જેમ બાળકની પાછળ કૂદી પડે છે અને તેને પકડી લે છે. જો કે આ સમય દરમિયાન તમને લાગશે કે બાળક પડી ગયું હશે. પરંતુ આ માતા તેને પડતાં બચાવી લે છે.

આ મહિલા અને બાળકની ચીસો સાંભળીને ઘણા લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી સુપરમોમ જેવી આ મહિલા પોતાના બાળકને બચાવવામાં સફળ થાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : કુતરાને બચાવવા આ વ્યક્તિએ પોતાનો જીવ મુક્યો જોખમમાં ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">