Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident CCTV: હૈદરાબાદમાં કારે ત્રણ મહિલાઓને મારી ટક્કર, તમામનું ઘટનાસ્થળે જ મોત, જુઓ Viral Video

તમામ મૃતકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ચાલીને જઈ રહેલી ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી.

Accident CCTV: હૈદરાબાદમાં કારે ત્રણ મહિલાઓને મારી ટક્કર, તમામનું ઘટનાસ્થળે જ મોત, જુઓ Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 2:57 PM

Hyderabad: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ઝડપી કારે ત્રણ લોકોને ટક્કર મારી હતી, જેના કારણે તે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તમામ લોકો મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે એક ઝડપી કારે તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને વોક કરી રહેલી ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી. આ અકસ્માતનો CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

આ પણ વાંચો: ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

માર્ગ અકસ્માતનો વીડિયો વાયરલ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સવારે બની હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ મહિલાઓ રસ્તાની બાજુએ ચાલી રહી છે, ત્યારે અચાનક એક સ્પીડમાં આવતી કારે ત્રણયે ટક્કર મારી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ મહિલાઓ જ્યાં ચાલી રહી છે તેના પહેલા રસ્તામાં એક વળાંક છે. કારનો ડ્રાઇવર એટલી સ્પીડમાં હતો કે વળાંક પર બ્રેક લગાવીને ધીમી કરવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી.

ત્રણેય મહિલાઓ મોર્નિંગ વોક માટે નીકળી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, માતા અને બાળકો બંધલાગુડા રોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે એક ઝડપી કારે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે કાર ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી અને ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે કાર પગપાળા ચાલી રહેલી મહિલાઓને ટક્કર મારી હતી.

Credit- Twitter @HydTownsman

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર પહેલા ફૂટપાથ પર અથડાય છે અને પછી આ મહિલાઓને ટક્કર મારે છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">