Viral Video: બે બાળકોએ એવી રીતે ચલાવી સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેયર કર્યો ટીમ વર્કનો વીડિયો

|

Apr 25, 2022 | 11:15 AM

Anand Mahindra: ઘણીવાર કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થાય છે, પરંતુ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) તેમાંથી શ્રેષ્ઠ પોસ્ટને ટ્વિટ કરવાનું ભૂલતા નથી. તેની પોસ્ટ ખૂબ જ ખાસ હોય છે, જેને દરેક જોવા માંગે છે.

Viral Video: બે બાળકોએ એવી રીતે ચલાવી સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેયર કર્યો ટીમ વર્કનો વીડિયો
Anand Mahindra shared a heart touching video

Follow us on

Anand Mahindra: સફળ બિઝનેસ ચલાવવા માટે ટીમવર્ક અને સહયોગ ખૂબ જ જરૂરી છે. કદાચ આને સફળ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાથી (Anand Mahindra) વધુ સારી રીતે કોઈ નહીં સમજી શકે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બે બાળકોને એકસાથે સાઇકલ ચલાવતા બતાવવામાં આવ્યા છે. જો તમે આ વીડિયોમાં જોશો તો તમને ખબર પડશે કે બે બાળકો સાઈકલ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક બાળક જમણા પેડલ પર સંતુલિત છે, બીજું ડાબા પેડલ પર. સાયકલ ચલાવતી વખતે બંને બાળકો સંપૂર્ણ તાલમેળમાં છે કારણ કે તેઓ એક પછી એક પેડલ મારી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેયર કર્યો છે વીડિયો..

સાયકલ ચલાવવાની આ સરળ રીતને શેયર કરતાં બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ પાસે પણ સહયોગ અને ટીમ વર્કના ગુણો દર્શાવવા માટે આનાથી વધુ સારો વીડિયો નથી!” અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 88,000થી વધુ લાઈક્સ મળી છે. જ્યારે બાળકોની સર્જનાત્મકતા પર અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે, જો બાળકો આકસ્મિક રીતે પડી જાય તો તેમને ગંભીર ઈજા થઈ શકે છે.

લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું જરુરી

વીડિયો પર કોમેન્ટ કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘હું એ જોઈને આશ્ચર્યચકિત છું કે આ બંને બાળકોએ આ સમન્વય અને સિદ્ધિ હાંસલ કરવા માટે કેટલી પ્રેક્ટિસ કરી હશે. ટીમ વર્ક અને શારીરિક તંદુરસ્તીનું ઉત્તમ ઉદાહરણ. આ સાબિત કરે છે કે ટીમ વર્કની દરેક જગ્યાએ માંગ છે અને વ્યક્તિએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે માનસિક અને શારીરિક રીતે ફિટ હોવા જોઈએ.

અન્ય એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘આવું કંઈક મેં પણ બાળપણમાં કર્યું હતું, પરંતુ ઈજા થવાની ઘણી શક્યતાઓ હતી. જ્યારે હું મોટો થયો, ત્યારે મને સમજાયું કે તે ટીમવર્ક નથી પરંતુ અમારી તરફથી મૂર્ખાઈ હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  ઉદ્યોગપતિ Anand Mahindraએ વીડિયો શેર કરીને ભારત માટે કહી આ વાત, લોકોએ પોસ્ટ પર આપી આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો:  Anand Mahindra Tweet: જૂગાડથી ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી પર થયા ફિદા

Next Article