Viral Video: શોધ માટે જીવને પણ ખતરામાં મુકી દેતા વૈજ્ઞાનિકો, લાવા એકત્ર કરી રહેલા વૈજ્ઞાનિકનો આ Video જુઓ

|

May 23, 2022 | 3:21 PM

Wonder of Science નામના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક વૈજ્ઞાનિક જ્વાળામુખીમાંથી લાવા ભેગો કરતાં જોવા મળે છે. આવું તમે ભાગ્યે જ પહેલા જોયું હશે.

Viral Video: શોધ માટે જીવને પણ ખતરામાં મુકી દેતા વૈજ્ઞાનિકો, લાવા એકત્ર કરી રહેલા વૈજ્ઞાનિકનો આ Video જુઓ
scientists collecting lava from a volcano

Follow us on

જ્વાળામુખીએ (Volcano) કુદરતનું તે ભયાનક સ્વરૂપ છે, જે ગમે ત્યારે ફાટી નીકળે છે અને આપત્તિજનક પરિસ્થિતિ સર્જે છે. જ્વાળામુખી ફાટવાથી સુનામી અને ધરતીકંપ પણ આવે છે. આપણી પૃથ્વી પર ઘણા જ્વાળામુખી છે. જેમાંથી કેટલાક સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે. નિષ્ક્રિય થવાથી એટલો ખતરો નથી, પરંતુ સક્રિય જ્વાળામુખી ફાટ્યા પછી લાવા નીકળે છે જે કોઈને પણ ક્ષણમાં બાળીને રાખ કરી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકો આ લાવા પર સંશોધન કરવા માટે તેને એકત્રિત કરે છે જે ખરેખર આશ્ચર્યજનક છે.

વિજ્ઞાન સાથે જોડાયેલા અદ્ભુત વીડિયો શેયર કરવા માટે પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ Wonder of Science પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક વૈજ્ઞાનિક જ્વાળામુખીમાંથી લાવા ભેગો કરતા જોવા મળે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આ લાવા એકત્રિત કરે છે અને તેનો સંશોધન માટે ઉપયોગ કરે છે. તે સરળ લાગે છે પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ જોખમી કામ છે. જે ખૂબ જ ધ્યાન રાખીને કરવું પડે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જૂઓ આ વીડિયો…..

માણસ લાવા ભેગો કરતો જોવા મળે છે

વીડિયોમાં એક વૈજ્ઞાનિક દેખાય છે. જે માથાથી પગ સુધી ઢંકાયેલો છે. તે ટોપી અને માસ્ક પહેરે છે તેમજ હાથથી પગ બધા અંગોને સારી રીતે ઢાંકે છે અને ખોદવાના નાના સાધન વડે લાવા એકત્રિત કરે છે. તે ઝડપથી લાવાના ઉપરના સ્તરને દૂર કરે છે. તેની અંદર ઉકળતો લાવા છે અને યુ.એસ. જિયોલોજિકલ સર્વે (U.S. Geological Survey) મુજબ લાવાનું તાપમાન 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. આ વીડિયો પણ UAGSના સૌજન્યથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયો ઘણો જૂનો છે

એકાઉન્ટે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, લાવા એકત્ર કરનારા વ્યક્તિ વૈજ્ઞાનિક ટિમ ઓર (Geologist Tim Orr) છે, જે હવાઈ ટાપુઓ પરના કિલાઉઆ જ્વાળામુખીમાંથી નમૂના લેવા માટે લાવા એકત્ર કરી રહ્યા છે. આ વીડિયો 2017નો છે અને લાવાના સંશોધનમાંથી જ્વાળામુખીના મેગ્મા ચેમ્બર વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી છે.

આ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 26 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકોએ પ્રતિભાવો પણ આપ્યા છે. દરેક વ્યક્તિ સ્તબ્ધ છે કે જે વ્યક્તિ લાવા ભેગો કરી રહ્યો છે તેના પગથી થોડાક ઇંચ દૂર લાવા છે જે તેને સંપૂર્ણપણે બાળી શકે છે.

Next Article