અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે માત્ર મહિલાઓ જ તેમના મેકઅપ (Make up) પ્રત્યે સભાન હોય છે. પરંતુ આજે તમે જે વીડિયો જોશો તે પછી તમે કહેવા લાગશો કે માણસ હોય કે પ્રાણી, દરેક સ્ત્રીને મેકઅપની ટેવ હોય છે. સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે ચોંકી જશો અને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. આ વીડિયોમાં એક ડોગી તેના ગળામાં નેકલેસ પહેરીને તેનો મેકઅપ કરાવતી જોવા મળી રહી છે. તે તેના મનપસંદ નેઈલ પેઈન્ટની (Nail paint) મદદથી તેના નખને સરળતાથી પેઇન્ટ કરાવતી જોવા મળી રહી છે.
View this post on Instagram
ડોગીએ તેની સામે આપેલા વિકલ્પોમાંથી સૌથી પહેલા તેનો મનપસંદ રંગ પસંદ કર્યો. આ પછી તે રંગના નેઈલપેઇન્ટથી આરામથી પેઇન્ટ કરાવ્યું. એકવાર નેઈલ પેઈન્ટ થઈ ગયા પછી તેને સુકવવા માટે તેણે ધીરજ પણ બતાવી. બાદમાં તેની માલિકે નેઈલપેઈન્ટ ડાયમંડ લગાવીને તેને સારી રીતે સજાવ્યું. તેના બીજા પગ માટે પણ, ડોગી આરામથી બેઠી અને પેઇન્ટિંગ કરાવ્યું. આ દરમિયાન જ્યારે તેના નેઈલ પેઈન્ટ સુકાઈ રહ્યા હતા ત્યારે તે વચ્ચે કંઈક ખાઈ રહી હતી.
ઈન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક સુધી આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તે themakeupsupreme નામના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે શેયર કરવામાં આવ્યું હતું. આ પેજ પર મેકઅપને લગતો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જો કે આ પેજ પર મહિલાઓના મોટાભાગના મેક-અપ વીડિયો અપલોડ કરવામાં આવે છે, પરંતુ ડોગીની આ સ્ટાઈલ એટલી અનોખી હતી કે એડમિન પણ તેને પોસ્ટ કર્યા વગર રહી શક્યા નહીં. ડોગીએ પોતાના માટે ઘેરા લીલા રંગના નેઈલપેઈન્ટની પસંદગી કરી અને તેના નખને ખૂબ જ આસાનીથી પેઇન્ટ કરાવ્યા. આ વીડિયો પર લોકોએ અલગ-અલગ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.