Video: પક્ષીને ચિપ્સ ખાવાનું મન થયુ તો આ રીતે સ્ટોરમાંથી કરી ચોરી ! જોઈને તમે પણ દંગ રહી જશો

|

Sep 10, 2021 | 9:18 AM

આજકાલ એક પક્ષીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયોમાં એક પક્ષી સ્ટોરમાંથી ચિપ્સની ચોરી કરે છે, જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

Video: પક્ષીને ચિપ્સ ખાવાનું મન થયુ તો આ રીતે સ્ટોરમાંથી કરી ચોરી ! જોઈને તમે પણ દંગ રહી જશો
Bird stole packet of chips from the store

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે ઇન્ટરનેટ પર ખુબ છવાઈ જાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક પક્ષીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પક્ષી સ્ટોરમાંથી જે રીતે ચિપ્સની ચોરી કરે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોવા મળે છે કે, એક પક્ષી સ્ટોરની બહાર ફરતું જોવા મળે છે. થોડા સમય પછી તે સ્ટોરની અંદર જાય છે અને ચિપ્સનું પેકેટ ઉપાડે છે. તમારા બધા માટે આ માનવું થોડું મુશ્કેલ હશે, પરંતુ તે સાચું છે. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ક્યૂટ ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં જોવા મળે છે કે,પહેલા પક્ષી સ્ટોરનો ગેટ (Gate) ખોલવાની રાહ જુએ છે અને પછી ગેટ ખોલતાની સાથે જ તે અંદર ઘૂસી જાય છે.બાદમાં પક્ષી તેની ચાંચમાં ચિપ્સનું પેકેટ લાવે છે, અને પછી ત્યાંથી ઉડી જાય છે.આ ક્યૂટ ચોરીનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

લોકોએ આપી રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર પર viral hog નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘આ પક્ષી ખૂબ હોંશિયાર છે’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, ‘પક્ષીઓ ખૂબ સ્માર્ટ હોય છે’ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ લોકોની પ્રતિક્રયા 

આ પણ વાંચો: Viral Video : બાળકને જન્મદિવસમાં મળ્યો મોબાઈલ ફોન, વીડિયોમાં બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો !

આ પણ વાંચો:  Video : આ બાળક તો તુર્કીના રાષ્ટ્રપતિ કરતા ઝડપી નિકળ્યો, ટનલનું ઉદ્ઘાટન કરે તે પહેલા બાળકે જ રિબીન કટ કરી નાખી !

Published On - 9:00 am, Fri, 10 September 21

Next Article