હાથીની કેટ વોકનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- આ તો સુપર મોડલવાળી કેટ વોક છે

|

Aug 14, 2022 | 10:19 PM

Viral Video: તમે રેમ્પવોક પર કેટ વોક કરતા મોડેલને તો જોયા જ હશે. હાલમાં હાથીના કેટવોકનો જોરદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાથીની કેટ વોકનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- આ તો સુપર મોડલવાળી કેટ વોક છે
Viral Video
Image Credit source: twitter

Follow us on

જો તમારો દિવસ ખરાબ ગયો હોય, આખા દિવસના કામકાજથી તમે થાકી ગયા હોઉ કે કામના કારણે તમને સખ્ત કંટાળો આવતો હોય તો એક વાર સોશિયલ મીડિયા પર આટો મારી આવો. અહીં એકથી એક યુનિક વીડિયો વાયરલ થતા હોય છે. આવા વીડિયો તમારા તમારા મૂડને સારો કરી દેશે અને તમારો દિવસ પણ સારો જશે. કેટલાક વીડિયો જોઈ તમે પોતાના હાસ્ય પર કંટ્રોલ નહીં કરી શકો. સોશિયલ મીડિયા પર લોકો પ્રાણીઓને (Animal Video) લગતા વીડિયો જોવાનું ખુબ પસંદ કરે છે. પ્રાણીઓની નાદાન હરકતો લોકોને ખુબ મનોરંજન આપે છે. હાથીનો એક આવો જ મનોરંજન વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

તમે રેપવોક પર ફેશન મોડલ્સને ડિઝાઈનર કપડા પહેરીને કેટ વોક કરતા જોયા જ હશે. તેમની જેમ કેટ વોક કરવા માટે ખુબ મહેનત અને પ્રેક્ટિસની જરુર પડે છે પણ આજ સ્ટાઈલમાં હાલ એક હાથી કેટ વોક કરી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ખુલ્લા મેદાનમાં એક હાથી મજાથી લહેરાઈને ચાલી રહ્યો છે. તે એકદમ સુપર મોડેલની જેમ કેટ વોક કરી રહ્યો છે. તે પોતાની સૂંઢને હવામાં લહેરાવી પણ રહ્યો છે. હાથીના હાવભાવ જોઈ એવુ લાગી રહ્યું છે કે તે એકદમ ખુશ છે અને તે પોતાની ધૂનમાં જંગલની સવારી પર નીકળ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IFS સુશાંત નંદાએ શેયર કર્યો છે. આ વીડિયોને હમણા સુધી હજારો લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ શેર રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝરને આ જોરદાર વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ તો મોડેલની જેમ કેટ વોક કરી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તેના એક્શપ્રેશન અને કેટ વોક એકદમ સાચી લાગી રહી છે. એક અન્ય યુઝરે લખ્યુ છે કે આ હાથી આરામથી એક સુપર મોડલ્સને ટક્કર આપી શકે છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ હાથી લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

Next Article