AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: શિક્ષકે બાળકોને કહ્યું કે, કોઈપણ ભૂલ માટે માફી પત્ર લખો, બાળક સૈનિક બન્યો અને માતાને લખ્યો પત્ર

આ દિવસોમાં એક બાળકનો હૃદયસ્પર્શી પત્ર સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકે સૈનિકની લાગણીને પત્રમાં ખૂબ સરસ રીતે લખી છે.

Viral Photo: શિક્ષકે બાળકોને કહ્યું કે, કોઈપણ ભૂલ માટે માફી પત્ર લખો, બાળક સૈનિક બન્યો અને માતાને લખ્યો પત્ર
Emotional Letter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 9:14 AM
Share

બાળકો મનથી સાચા અને પ્રામાણિક હોવાથી બાળકોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેના મગજમાં ક્યારેય કોઈ માટે કંઈ જ હોતું નથી. તેના હૃદયમાં જે થાય છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ઘણીવાર લોકોને લાગે છે કે બાળકો કોઈનું દુઃખ સમજી શકતા નથી, પરંતુ એવું નથી. હાલના દિવસોમાં દિલ્હીના વિદ્યાર્થીઓએ (Students) આ વાતને બિલકુલ ખોટી સાબિત કરી છે. વાસ્તવમાં શિક્ષક બાળકોને માફી પત્ર લખવાનું શીખવી રહ્યા હતા, પરંતુ પછી બાળકે એવો ભાવુક પત્ર (Emotional Letter) લખ્યો કે આ મામલો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયો.

દિલ્હીની સરકારી શાળાની મનુ ગુલાટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર તેના વિદ્યાર્થીઓને લગતી સુંદર અને પ્રેરક પોસ્ટ્સ શેયર કરતી રહે છે. તાજેતરના દિવસોમાં પણ તેણે આવી જ એક પોસ્ટ શેયર કરી છે. જેમાં એક બાળકની માફી માંગવાની સ્ટાઈલ જોઈને મનુ દંગ રહી ગઈ હતી.

અહીં માફી પત્રની તસ્વીર જુઓ….

મનુ ગુલાટીએ બાળકોને એક પત્ર લખવા કહ્યું હતું. જેમાં તેમને આવી પરિસ્થિતિની કલ્પના કરવાનું કહેવામાં આવ્યું હતું. આ કાર્ય કરતી વખતે, એક વિદ્યાર્થી સૈનિક બન્યો અને તેણે તેના અભિવ્યક્તિઓ લખી. બાળકે તેના પત્રમાં લખ્યું – માતા, હું ઘરે ન આવવા માટે તમારી માફી માંગુ છું કારણ કે આ સમયે આપણા દેશની સરહદ જોખમમાં છે અને મારા માટે અત્યારે રજા પર ઘરે આવવું શક્ય નથી. બાળકે આગળ લખ્યું કે બોર્ડર પરના જોખમને કારણે મને રજા મળી શકતી નથી અને હું ક્યારે ઘરે પરત ફરીશ તેની મને ખબર નથી. તેણે લખ્યું કે તેને માફ કરી દો કારણ કે તે લગ્નમાં ન આવી શકે કારણ કે તેની ફરજ અત્યારે તેની પ્રાથમિકતા છે.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ તસવીરને 800થી વધુ લાઈક્સ અને સેંકડો રીટ્વીટ મળી ચુક્યા છે. આ સિવાય લોકો આ તસવીરના જોરદાર વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘એક સૈનિક હોવાના નાતે હું આ બધા શબ્દોને ખૂબ સારી રીતે રિલેટ કરી શકું છું.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બાળક ખરેખર વખાણને પાત્ર છે.’ આ સિવાય બીજા ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">