AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : વાંદરાએ તેના બચ્ચાને માણસની જેમ નવડાવ્યું, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઈન્ટરનેટ પર વાંદરાઓના ફની વીડિયો જોવા મળે છે. વાંદરા અને તેના બચ્ચાનો વીડિયો જોવા મળી રહ્યો છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે.

Viral video : વાંદરાએ તેના બચ્ચાને માણસની જેમ નવડાવ્યું, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
monkey viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 1:36 PM
Share

તમે ઘણીવાર જોયું હશે કે માતા પોતાના બાળકને ખોળામાં લે છે, ખવડાવે છે પ્રેમ આપે છે. તે તેના બાળક માટે બધું કરી રહી હોય તેવું લાગે છે. બદલામાં તેઓને પ્રેમ સિવાય કશું મળતું નથી. જો આપણે એક માતા અને તેના બાળકની વાત કરી રહ્યા છીએ. માણસો વચ્ચેનો હોય કે પ્રાણીઓમાં પણ પ્રેમ જોવા મળે છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી બળજબરીથી પકડીને નવડાવતી હોય છે. હાલમાં એક વાંદરાના બચ્ચાંનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વાંદરો પોતાના બચ્ચાને જબરદસ્તી નવડાવતી જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરા પોતાના બચ્ચાને પકડીને નવડાવવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે આસપાસ વાંદરાઓના ઘણા બચ્ચા છે અને તે વાંદરાના બચ્ચાનું મન પણ વ્યસ્ત છે. પરંતુ વાંદરો તેના પગ વચ્ચે પકડીને બળજબરીથી નવડાવી રહી છે. માણસોની જેમ તે ક્યારેક તેની ગરદન સાફ કરે છે અને ક્યારેક તેના પેટ પર પાણી રેડે છે. આ વચ્ચે જો તે ભાગવાનો પ્રયાસ કરે તો પણ તે તેને ઉતાવળમાં પકડીને પાછો પાણીમાં ફેંકી દે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by EARTH FOCUS (@earthfocus)

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે ‘earthfocus’ નામના પેજ પરના તમામ વીડિયો જોઈ શકો છો. જ્યારથી આ વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યો છે ત્યારથી તેને 17 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે 1 લાખ લોકોએ વિડિયોને પસંદ કર્યો છે. તમને જણાવી દઈએ કે લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરવામાં આવે તો એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું હતું કે, આ ખૂબ જ સુંદર છે. ત્રીજા યુઝરે લખ્યું- આ વાનર ખૂબ જ ક્યૂટ છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું – વાંદરાઓ ખૂબ જ ક્યૂટ હોય છે અને મને યાદ છે કે અમારી માતા અમને નાનપણમાં જેમ નવડાવતા હતા. અન્ય એક ટિપ્પણી કરી – માતા એ માતા છે. પછી તે પ્રાણીની હોય કે મનુષ્યની. માતાનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકતું નથી. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

g clip-path="url(#clip0_868_265)">