AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle ને મહારાષ્ટ્ર સરકાર આપશે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, આશા ભોંસલેએ કહી આ વાત

આશા ભોંસલે મરાઠી ગાયિકા અને અભિનેતા દિનાનાથ મંગેશકરની પુત્રી છે. તેમણે 1944 માં પહેલી વાર મરાઠી ફિલ્મમાં ગીત ગાયું હતું. ત્યારબાદ તેમણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયાં છે. તેમને ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

Asha Bhosle ને મહારાષ્ટ્ર સરકાર આપશે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, આશા ભોંસલેએ કહી આ વાત
Asha Bhosle
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 26, 2021 | 4:38 PM
Share

સિંગર આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રનો સર્વોચ્ચ એવોર્ડ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવા જઇ રહી છે, આશા ભોંસલેએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘મહારાષ્ટ્રના લોકોનો આભાર કે તેઓ મને રાજ્યનો સૌથી મોટો એવોર્ડ મહારાષ્ટ્ર ભૂષણ, એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, હું તમારો આભાર માનું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે તે સુપ્રસિદ્ધ ગાયક આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવા જઈ રહી છે, જે રાજ્ય સરકારનું સર્વોચ્ચ સન્માન છે, હવે આશા ભોંસલેએ તેનો જવાબ આપીને આભાર વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ બની સમિતિએ વર્ષ 2020 માટે આ એવોર્ડ આશા ભોંસલેને આપવાનો નિર્ણય કર્યો છે. આ એવોર્ડ 1996 થી આપવામાં આવે છે. આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933 માં સાંગલી જિલ્લામાં થયો હતો.

આશા ભોંસલે મરાઠી ગાયિકા અને અભિનેતા દિનાનાથ મંગેશકરની પુત્રી છે. તેમણે 1944 માં પહેલી વાર મરાઠી ફિલ્મમાં ગીત ગાયુ હતું. ત્યારબાદ તેમણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયાં છે. તેમને ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય એવોર્ડ બે વાર. આ સિવાય તેમને 8 વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચુક્યા છે અને 2001 માં તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.

આશા ભોંસલે એક ગાયિકા છે. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. એક વખત એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમણે તમામ પ્રકારના ગીતો ગાયાં છે, નોંધપાત્ર વાત એ છે કે આશા ભોંસલે દ્વારા ગાયેલા ગીતો સૌથી વધુ રિમિક્સ કરવામાં આવે છે. આ પાછળ તેમના ગીતોની સુંદરતા છે . આશા ભોંસલેએ તેમના દિવસોને યાદ કરતાં કહ્યું કે તેમના સમયમાં લોકો સંગીતને સાધના માનીને કામ કરતા હતા, જેના કારણે તેઓ આવા સારા સંગીતની રચના કરી શક્યા હતા.

1996 માં શરુ થયો હતો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની શરૂઆત 1996 માં થઈ હતી. દિવંગત લેખક પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેને પ્રથમ વખત આ સન્માન આપવામાં આવ્યું હતું. આ પછી, લિજેન્ડરી સિંગર લતા મંગેશકરને 1997 માં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : B’day Special: વિલન બનીને હિન્દી ફિલ્મોમાં ઓળખ બનાવી, 50 વર્ષની વયે પિતા બન્યા અભિનેતા Prakash Raj

આ પણ વાંચો : Happy Birthday: ‘ફૂલ ઓર કાંટે’થી હિટ થઈ હતી અભિનેત્રી મધુ, 52 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ ફીટ

g clip-path="url(#clip0_868_265)">