The Great Khali: ટોલ પ્લાઝા પર ધ ગ્રેટ ખલીની થઈ લડાઈ, ગુસ્સામાં કર્મચારીને મારી થપ્પડ, જુઓ Video

|

Jul 12, 2022 | 4:29 PM

આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા ધ ગ્રેટ ખલીએ (The Great Khali) ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર બ્લેકમેલિંગ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારી તેની કારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે આવી ઘટના બની હતી.

The Great Khali: ટોલ પ્લાઝા પર ધ ગ્રેટ ખલીની થઈ લડાઈ, ગુસ્સામાં કર્મચારીને મારી થપ્પડ, જુઓ Video
The Great Khali Viral Video

Follow us on

ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ચેમ્પિયન દલીપ સિંહ રાણા, જેઓ ધ ગ્રેટ ખલી (The Great Khali) તરીકે જાણીતા છે, ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે તેણે કર્મચારીને થપ્પડ પણ મારી દીધી. આ ઘટના ત્યારે બની જ્યારે ધ ગ્રેટ ખલી પંજાબના જલંધરથી હરિયાણાના કરનાલ જઈ રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ધ ગ્રેટ ખલીએ આઈડી કાર્ડ માંગવા પર કર્મચારીને થપ્પડ મારી છે. આ ઘટના ફિલૌર પાસે સ્થિત ટોલ પ્લાઝાની જણાવવામાં આવી રહી છે.

ધ ગ્રેટ ખલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે થપ્પડ મારતો જોવા નથી મળી રહ્યો. પરંતુ આમાં તે કર્મચારીઓ સાથે ઝઘડો કરી રહ્યો હોવાનું જણાય છે. જો કે, આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા ધ ગ્રેટ ખલીએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર બ્લેકમેલિંગ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારી તેની કારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે આવી ઘટના બની હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

આઈડી કાર્ડ માંગવા પર ગુસ્સો!

ધ ગ્રેટ ખલીએ કહ્યું છે કે ટોલ પ્લાઝાનો સ્ટાફ તેની કારમાં તેની સાથે તસવીર લેવા માંગતો હતો. પરંતુ જ્યારે તેણે તેમ કરવાની ના પાડી તો તેણે ગેરવર્તન શરૂ કર્યું. બીજી તરફ ટોલ પ્લાઝાના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે ધ ગ્રેટ ખલી પાસે આઈડી કાર્ડ બતાવવાની માંગણી કરી હતી. આના પર ધ ગ્રેટ ખલી ગુસ્સે થઈ ગયો અને કર્મચારીને થપ્પડ મારી દીધી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે તેની પાસે ઓળખ પત્ર નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ મામલો વધતો જોઈને પોલીસને પણ બોલાવી હતી. પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું, ત્યારબાદ ખલી ટોલ પ્લાઝા પરથી નીકળી ગયો. તમને જણાવી દઈએ કે રેસલર હોવા ઉપરાંત ધ ગ્રેટ ખલી બીજેપીના નેતા પણ છે. જોકે તેમણે ચૂંટણી લડી ન હતી.

Next Article