પ્રેમ આંધળો છે! ખરીદી કરવા ગયેલી છોકરીને એક ગરીબ માણસ સાથે થઈ ગયો પ્રેમ, લગ્ન કરીને તેને લઈ આવી ઘરે

|

Mar 23, 2022 | 2:27 PM

મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની લવ સ્ટોરી જણાવી, મહિલાનું નામ જાસ્મીન ગ્રોજન છે અને તેણે જેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ મેકોલી મુર્ચી છે. આ વાર્તા સુપરમાર્કેટથી શરૂ થાય છે.

પ્રેમ આંધળો છે! ખરીદી કરવા ગયેલી છોકરીને એક ગરીબ માણસ સાથે થઈ ગયો પ્રેમ, લગ્ન કરીને તેને લઈ આવી ઘરે
the girl who went shopping fell in love with the poor man

Follow us on

એક મહિલા શોપિંગ માટે મોલમાં ગઈ અને ત્યાં એક પુરુષ સાથે પ્રેમ (Love) થઈ ગયો. મહિલા તે વ્યક્તિને ઘરે લઈ આવી, ત્યારબાદ મહિલાએ પણ લગ્ન કરી લીધા. છોકરાને ઘર નહોતું, તે પણ ગરીબ હતો. હવે બંનેને બે બાળકો પણ છે. મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની લવ સ્ટોરી (Love story) જણાવી, મહિલાનું નામ જાસ્મીન ગ્રોજન છે અને તેણે જેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ મેકોલી મુર્ચી છે. આ વાર્તા સુપરમાર્કેટથી શરૂ થાય છે. જાસ્મિન શોપિંગ કરવા ગઈ હતી ત્યાં એક વ્યક્તિ દેખાયો. તેની હાલત જોઈને જાસ્મિનને પૈસા આપવાનું વિચાર્યું પરંતુ છોકરાએ પૈસા લેવાની ના પાડી દીધી.

મેકોલી માટે બુક કરાવ્યો રૂમ

આખી શોપિંગ દરમિયાન આ વાત તેના મગજમાં ફરતી રહી. તે ખરીદી કરીને બહાર આવી, તે જ વ્યક્તિએ તેને સામાન ઉપાડવામાં મદદ કરી. આ જોઈને જાસ્મિનને નવાઈ લાગી. જ્યારે જાસ્મિનનો સામાન ઉપાડીને ટેક્સીમાં લાવવામાં આવ્યો ત્યારે આ વાત તેને ઘર કરી ગઈ. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, જાસ્મીને મદદને બદલે ડિનર માંગ્યું. મેકોલીએ પણ હા પાડી, લાંબી વાતચીત પછી જાસ્મીને મોબાઈલ ખરીદ્યો અને મેકોલીને આપ્યો, એટલું જ નહીં જાસ્મીને હોટલમાં મેકોલી માટે એક રૂમ પણ બુક કરાવ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જાસ્મીને છોકરાને કહી દિલની વાત

જ્યારે તે ઘરે આવી ત્યારે તે આખી રાત તેના વિશે વિચારતી રહી. બંને મેસેજ દ્વારા વાત કરવા લાગ્યા. થોડા દિવસો પછી બપોરના સમયે બંને ફરી મળ્યા. લંચ પછી જાસ્મીને મેકોલીને થોડાં કપડાં પણ આપ્યાં અને તેના ઘરમાં એક રૂમ પણ આપ્યો. થોડા દિવસો પછી જાસ્મિનને લાગ્યું કે મેકોલી તેનો સાચો જીવનસાથી સાબિત થશે. એક દિવસ જાસ્મીને છોકરાને તેના દિલની વાત કહી. મેકોલીએ હા પાડી, પછી બંનેએ લગ્ન કરી લીધા. હવે બંને માતા-પિતા બની ગયા છે. બંને પોતાનું જીવન સારી રીતે પસાર કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી

આ પણ વાંચો: Shikhar Dhawan Love Story: શિખર ધવનને 10 વર્ષ મોટી યુવતી સાથે આ રીતે પાંગર્યો હતો પ્રેમ !

Next Article