Funny Viral Video : રીલ બનાવવાના ચક્કરમાં પાપાની પરી સાથે થયું કંઈક આવું, લોકોએ કહ્યું- યે તો હોના હી થા !
Viral Video : જો આજકાલ જોવામાં આવે તો દરેક પર રીલ બનાવવાનું ભૂત સવાર છે. તે બાળકો હોય કે પછી મોટાઓ, દરેક લાઈક્સ અને કોમેન્ટની રેસમાં કંઈ પણ કરી નાખે છે પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે વીડિયો બનાવતી વખતે લોકો સાથે ગેમ રમાઈ જતી હોય છે.
આજના સમયમાં લગભગ દરેક બીજી-ત્રીજી વ્યક્તિ એક યા બીજી રીતે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે. બાળકોથી લઈને વડીલો સુધી, દરેક વ્યક્તિ ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સમય પસાર કરતા જોવા મળે છે. અહીં લોકો માત્ર ટ્રેન્ડિંગ વીડિયો જ નથી જોતા પણ પોતે વીડિયો પણ બનાવે છે પરંતુ એવા ઘણા લોકો છે જેમની સાથે રીલ બનાવવાની પ્રક્રિયામાં રમત રમાય જાય છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચો : Viral Funny video: દુકાનમાં વાગ્યું એવું ગીત કે વાળ કપાવતા કપાવતા હીબકે ચઢયો આ યુવક, જુઓ Viral Video
ટિકટોકના પ્રતિબંધ બાદ તેની જગ્યા ઈન્સ્ટાગ્રામ રીલ્સે લઈ લીધી છે અને આજની જનરેશન એક એવી લત બની ગઈ છે કે તેમાંથી છુટકારો મેળવવો માત્ર અઘરો જ નથી પણ અશક્ય છે. હવે આ છોકરીને જ જુઓ, જ્યાં રીલ બનાવવાની પ્રક્રિયામાં છોકરી સાથે ખરાખરીનો ખેલ થાય છે. આ વીડિયો જોયા પછી વિશ્વાસ કરો કે તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો.
જુઓ વાયરલ વીડિયો….
View this post on Instagram
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી બે ખુરશીઓ પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહી છે, સ્પષ્ટ છે કે તે આ વીડિયો માત્ર સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે બનાવી રહી છે પરંતુ કેમેરા પર નજર રાખતી વખતે તે ભૂલી જાય છે કે તે આ સ્ટંટ ક્યાં કરી રહી છે. આ દરમિયાન યુવતીનું સંતુલન બગડી જાય છે અને તે જમીન પર ઉંધે માથે પડી જાય છે. આ પછી જે વ્યક્તિ વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે તે તેને બચાવવા માટે આગળ આવે છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર parulll_2000 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને છ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને લાખો લોકોએ તેને જોયો છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘યહાં તો રીલ કે ચક્કર મેં અસલ મેં ખેલ હો ગયા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘પાપાની પરી જમીન પર પડી ગઈ.’ અન્ય યુઝરે લખ્યું, ‘પ્લાસ્ટિકની ખુરશી પર આ પ્રકારનું કૃત્ય કોણ કરે?, આ વીડિયો સોશિયલ મીડિયાના લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે.