અનોખી ABCD…બાળકીએ ABCDમાં આવી રીતે ગોઠવ્યા દિગજ્જોના નામ, લોકોએ કર્યા વખાણ-જુઓ વાયરલ વીડિયો
એક નાની બાળકીનો અનોખી ABCD બોલતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો નાની બાળકીના ટેલેન્ટના તેના વખાણ પણ કરી રહ્યા છે અને તેના ફેન બની રહ્યા છે.
પ્રતિભાશાળી લોકો આ આખા વિશ્વમાં રહેલા છે. લોકો પોતાની પ્રતિભાથી મહાન કારીગરોને પણ વિચારવા મજબૂર કરે છે. કેટલાક રેતી પર એવી અદ્ભુત કળા બનાવે છે કે લોકો તેને જોતા જ રહી જાય છે, જ્યારે કેટલાક ઝાડ કાપીને તેને ખૂબ જ સુંદર મૂર્તિ જેવો આકાર આપે છે. તે જ સમયે, કેટલાક લોકો તેમની ગાયકી અને નૃત્ય પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરે છે, જ્યારે કેટલાક લોકોમાં મિમિક્રીની પ્રતિભા હોય છે, એટલે કે, તેઓ ઘણા અલગ અવાજો કરી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવા ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
અહીં એક બાળકીનો વીડિયો વાયરલ થયો છે. તે આખી ABCD અનોખી રીતે બોલે છે. આ એબીસીડીનો વીડિયો કોઈને પણ ગમી જશે. આ બાળકી આખી એબીસીડી દરમિયાન મોટાં ક્રાંતિકારી, સિંગર, આર્ટીસ્ટ વગેરેના નામ લઈને બોલે છે. તેની યાદ શક્તિ તેમજ તેની બોલવાની ઢબ જોઈને લોકો પણ તેના ફેન બનતા જાય છે. ખરેખર આ વીડિયો બીજા બાળકો માટે પણ પ્રેરણારૂપ છે.
જુઓ, અનોખી એબીસીડીનો વીડિયો………….
View this post on Instagram
આ રીલ્સને ચેતન ભગતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
બાળકીનો આ અદભૂત પ્રતિભાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @aarohij2021 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણાં લોકો તેને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.
એક યુઝરે લખ્યું છે કે, આ ખરેખર અદ્ભુત છે. તે જ સમયે, કોમેન્ટ્સ કરતી વખતે, અન્ય યુઝરે લખ્યું છે, સો ક્યુટ. દરેક લોકો પોતપોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. એકંદરે, છોકરીની પ્રતિભાએ લોકોને દંગ કરી દીધા છે.