પહેલા ઈંડું કે મરઘી ? આખરે મળી ગયો દુનિયાના સૌથી મોટા સવાલનો જવાબ, જાણો અહીં

Egg Came First Or Hen: આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છે કે દુનિયામાં ઈંડું પહેલા આવ્યું કે મરઘી ? લોકોને સદીઓથી પરેશાન કરી રહેલા આ સવાલનો આખરે જવાબ મળી ગયો છે.

પહેલા ઈંડું કે મરઘી ? આખરે મળી ગયો દુનિયાના સૌથી મોટા સવાલનો જવાબ, જાણો અહીં
Egg Came First Or Hen (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 12:36 PM

લોકો અત્યાર સુધી આ સવાલના કારણે ઘણા અસમંજસમાં રહ્યા છે કારણ કે એ કહેવું ઘણું મુશ્કેલ છે કે દુનિયામાં પહેલા ઈંડું આવ્યું કે મરઘી (Egg Came First Or Hen) કારણ કે જો ઈંડુ પહેલા આવ્યું એમ કહીં તો સવાલ ઉભો થાય કે તે કોને આપ્યું અને જો કહીએ કે મરઘી પહેલા આવી, તો ફરી સવાલ થાય કે મરઘી ક્યાંથી આવી ત્યારે આ રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પડદો હટાવ્યો છે અને તેનો જવાબ શોધ્યો છે.

દુનિયામાં પહેલા આવી મરઘી

એક અહેવાલ પ્રમાણે બ્રિટેનના શેફિલ્ડ અને વારવિક યૂનિવર્સિટીના અનેક પ્રોફેસર્સએ ઈંડા અને મરઘીના સવાલ પર રિસર્ચ કર્યું. લાંબી સ્ટડીથી જાણવા મળ્યું કે દુનિયામાં સૌથી પહેલા ઈંડું નહીં પણ મરઘી આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા

રિસર્ચ (Research) ટીમને લીડ કરનાર વૈજ્ઞાનિક ડો. કોલિન ફ્રિમૈનએ કહ્યું કે, લાંબા સમયથી આ સવાલ ચાલતો હતો કે, ઈંડા પહેલા આવ્યા કે મરઘી. હવે અમારી પાસે એ વાતના સબૂત છે. જે દર્શાવે છે કે, દુનિયામાં પહેલા મરઘી આવી છે.

મરઘીમાં મળે છે આ ખાસ પ્રોટીન

વૈજ્ઞાનિકો (Scientists)અનુસાર ઈંડા (Egg) અંદર ઓવોક્લાઈડિન નામનું એક પ્રોટીન હોય છે. આ પ્રોટીન વિના ઈંડાનું નિર્માણ થવું શક્ય નથી. આ પ્રોટીન માત્ર મરઘીના ગર્ભાશયમાં બને છે.

દુનિયામાં પહેલા મરઘી આવી. તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બન્યું ત્યાર બાદ આ પ્રોટીન ઈંડામાં પહોંચ્યું. વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું કે, દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જોકે અહીં એ સવાલ તો છે જ કે મરઘી ક્યાંથી આવી ? ત્યારે એનો જવાબ તો હજુ મળ્યો નથી.

આમ તો એવા ઘણા સવાલ છે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી જેમ કે ભેંસ કાળી હોય છે તો તેનું દુધ કેમ સફેદ ? એવી જ રીતે અન્ય ઘણા સવાલો છે પરંતુ અહીં એક સવાલનો જવાબ શોધવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Omicron Updates: દેશમાં 113 પર પહોંચ્યો ઓમીક્રોનનો આંક, દિલ્હી-મહારાષ્ટ્રએ વધાર્યું ટેન્શન, જાણો ક્યાં કેટલા કેસ

આ પણ વાંચો: PM Kisan Yojana: 10માં હપ્તા પહેલા ચેક કરો લીસ્ટમાં તમારૂ નામ, ન હોય તો આ નંબર પર કરો કોલ

g clip-path="url(#clip0_868_265)">