Amazing Video: ભૂખી માછલીને બતકે ચાંચ ભરીને આ રીતે ખવડાવ્યું, વીડિયો જોઈ લોકોએ કહ્યું- આ છે માનવતા

વાયરલ વીડિયોમાં એક બતક ભૂખી માછલીઓને (Duck Fish Video) ખવડાવતા જોઈ શકાય છે. ઘણા યુઝર્સ તેને મિત્રતા અને માનવતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે.

Amazing Video: ભૂખી માછલીને બતકે ચાંચ ભરીને આ રીતે ખવડાવ્યું, વીડિયો જોઈ લોકોએ કહ્યું- આ છે માનવતા
duck and fish viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:26 PM

પ્રાણીઓ અને પક્ષીઓ સાથે જોડાયેલા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થતા રહે છે. ઈન્ટરનેટ યુઝર્સ પણ તેમને ખૂબ જ રસથી જોવાનું પસંદ કરે છે. ઘણા વિડીયો એટલા અદ્ભુત હોય છે કે તેને જોયા પછી દિલ બાગ-બગીચા બની જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો છે. વાયરલ વીડિયોમાં એક બતક ભૂખી માછલીને (Duck Feeding Fish) ખવડાવતા જોઈ શકાય છે. ઘણા યુઝર્સ તેને મિત્રતા અને માનવતાનું (Humanity) ઉદાહરણ ગણાવી રહ્યા છે. આ વીડિયો એક IFS ઓફિસરે શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, To share is to care.

વાયરલ થઈ રહેલી ક્લિપ માત્ર 6 સેકન્ડની છે, પરંતુ આ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવની પાસે રાખેલી અનાજની થાળીમાંથી એક બતક પોતાની ચાંચમાં અનાજ ભરીને ભૂખી માછલીઓને ખવડાવી રહ્યું છે. આ અદ્ભુત નજારો જોઈને લોકોને શાળાનો પાઠ ‘શેરિંગ ઈઝ કેરિંગ’ યાદ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે માછલીઓ પણ બતકએ આપેલા દાણાને ખૂબ ઉત્સાહથી ખાઈ રહી છે. આ વીડિયો જોઈને એવું લાગે છે કે બતક અને આ માછલીઓ વચ્ચે ગાઢ મિત્રતા છે અને જ્યારે પણ માછલીને ભૂખ લાગશે ત્યારે તેઓ તેમના મિત્ર બતક દ્વારા ભૂખ સંતોષી શકશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

માછલીઓને ખવડાવતા બતકનો વીડિયો અહીં જુઓ………..

બતક અને માછલીઓનો આ ખૂબ જ ક્યૂટ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેયર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, Share is to care. મતલબ વસ્તુઓ શેયર કરવાથી એકબીજાની કાળજી લેવામાં આવે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 37 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, લગભગ 3 હજાર લોકોએ પોસ્ટને લાઇક કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘પક્ષીઓમાં પણ ભાઈચારાની ભાવના જોવા મળી રહી છે તે ખૂબ જ સારી વાત છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું, ‘દુનિયા સ્વર્ગ બની જાય, જો મનુષ્ય તેને અનુસરે છે.’ અન્ય યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, માણસો કરતા પ્રાણીઓ અને પક્ષીઓ સારા છે. એકંદરે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">