Viral CCTV Footage : જ્વેલરી શોપમાં ચોરી કરતા જોવા મળ્યુ કપલ, માલિકના દિમાગે બચાવી લીધો સોનાનો હાર

|

Oct 08, 2021 | 8:58 AM

સ્ત્રી તેના સાથીના હાથમાં બોક્સ આપીને ત્યાંથી ભાગી જાય છે અને દુકાનમાં હાજર કૂતરો માણસ પર હુમલો કરે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

Viral CCTV Footage : જ્વેલરી શોપમાં ચોરી કરતા જોવા મળ્યુ કપલ, માલિકના દિમાગે બચાવી લીધો સોનાનો હાર
The couple was seen stealing from the goldsmith shop

Follow us on

દુનિયાભરમાં રોજ ચોરીના કેટલાય કિસ્સાઓ બનતા હોય છે. આવા વીડિયો ઘણીવાર સીસીટીવીમાં (CCTV) કેદ થાય છે અને કેદ થયા બાદ તે વાયરલ (Viral CCTV Footage) થઈ જાય છે. હવે હાલમાં પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કપલ સારો પોશાક પહેરીને સુવર્ણકારની (Jewelry Shop) દુકાન પર જાય છે અને ચોરી કરવાનો પ્રયાસ કરે છે.

જોકે, તેઓ આમાં સફળ થતા નથી અને અંતે કૂતરો તેમના પર હુમલો કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે, આ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ દુકાનદારના દિમાગની પ્રશંસા કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દંપતી સુવર્ણકારની દુકાન પર જાય છે. પુરુષ સૂટ બૂટમાં દેખાતો હતો, ત્યારે મહિલા ગાઉન પહેરીને પહોંચી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેઓ સુવર્ણકારની દુકાન પર પહોંચતાની સાથે જ દુકાનમાં વિવિધ પ્રકારના ઘરેણાં જુએ છે. તમને જણાવી દઈએ કે જ્યારે બંને દુકાનમાં એન્ટ્રી લે છે, ત્યારે તેમના હાથમાં એક ખાલી બોક્સ હોય છે. જ્યારે થોડા સમય પછી પુરુષ તે દુકાનદારને પોતાની વાતમાં વ્યસ્ત કરે છે ત્યારે, આ સ્ત્રી હારને બાજુમાં રાખેલા ખાલી બોક્સમાં રાખી દે છે.

થોડા સમય પછી બંને દાવો કરે છે કે તેમને દુકાનમાં કંઈપણ ગમતું નથી, તેથી તેઓએ જતા રહેવું જોઇએ. જ્યારે તેઓ દુકાનમાંથી બહાર નીકળે છે ત્યારે મહિલા ગળાના હાર સાથે તેનું બોક્સ ઉપાડે છે અને આગળ વધે છે. પરંતુ આ દરમિયાન રમુજી ઘટના બને છે. હકીકતમાં, જ્યારે તે સ્ત્રી તે બોક્સ ઉપાડે છે, ત્યારે તે જોતી નથી કે તેના ચોરાયેલા હારની સાથે દોરી બંધાયેલી છે. મહિલા જ્યારે આગળ વધે છે ત્યારે દુકાનદારને ખબર પડી કે બંને ચોરી કરવા આવ્યા છે.

અંતે, સ્ત્રી તેના સાથીના હાથમાં બોક્સ આપીને ત્યાંથી ભાગી જાય છે અને દુકાનમાં હાજર કૂતરો માણસ પર હુમલો કરે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધી ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. બકલોલ શેખર પર પણ અમને આ વીડિયો જોવા મળ્યો હશે. એવા ઘણા વપરાશકર્તાઓ પણ છે જે આ દુકાનદારના દિમાગની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Air Force Day Parade: રાફેલ, મિગ અને મિરાજ કરશે આકાશમાં ગર્જના, 1971ની જીતનાં રંગમાં રંગાશે આકાશ, દેશનું માથુ ગર્વથી થશે ઉંચુ

આ પણ વાંચો –

Navratri 2021: નવ દિવસના ઉપવાસમાં ફરાળ જમવામાં ન કરતા આ ભૂલો, ઘટવાની જગ્યાએ વધી જશે વજન

આ પણ વાંચો –

Viral Video : પોતાની માતાથી અલગ થયુ આ હાથીનું બચ્ચુ, ફોરેસ્ટ અધિકારીઓએ માતા સાથે ભેટો કરાવવા હાથ ધરી કવાયત

Next Article