Amazing Video : દરજીની જેમ માળો સીવતા જોવા મળ્યું પંખી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય કુદરતની કરિશ્મા

|

Jun 03, 2022 | 7:00 AM

ઘર બનાવવું એ દુનિયામાં દરેક વ્યક્તિનું સપનું હોય છે, પછી તે માણસ હોય કે પ્રાણી, દરેકનું એક જ સપનું હોય છે. હાલના દિવસોમાં પણ એક પક્ષીનો વીડિયો (Bird Video) સામે આવ્યો છે. જેમાં તે પોતાનો માળાની સિલાઈ કરતુ જોવા મળે છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Amazing Video : દરજીની જેમ માળો સીવતા જોવા મળ્યું પંખી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય કુદરતની કરિશ્મા
The bird was seen sewing the nest like a tailor

Follow us on

કુદરતના (Nature) રંગો ઘણા છે અને તે ક્યારેક પોતાના અનોખા રંગો બતાવીને માણસોને ચોંકાવી દે છે. આ જ કારણ છે કે ઈન્ટરનેટ પર કુદરત સાથે જોડાયેલી કોઈ અદભુત ઘટનાઓ આવે તો તે યુઝર્સમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ દિવસોમાં પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. (Bird Viral Video) પંખી એક અદ્ભુત એન્જિનિયર અને આર્કિટેક્ચર છે. આ વીડિયો જોયા પછી તમે સહમત થશો! કારણ કે આ વીડિયોમાં એક પક્ષી દરજીની જેમ પોતાનો માળો વણતું જોવા મળે છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું પક્ષી પાન પર પોતાનો માળો તૈયાર કરી રહ્યું છે. જેના માટે તે રેશમના દોરાનો ઉપયોગ કરી રહી છે અને માળો બનાવવા માટે દરજીની જેમ પાંદડા સીવતી જોવા મળે છે. પક્ષીની આ ક્ષમતા જોયા પછી લોકો ખૂબ જ આશ્ચર્યચકિત છે. કારણ કે આ પહેલા આજ સુધી કોઈએ પક્ષીને આ રીતે સીવતા જોયા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં વીડિયો જુઓ……..

ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટ દ્વારા ક્લિપ શેયર કરવામાં આવી છે. જેની સાથે યુઝરે કેપ્શન લખ્યું, પ્રકૃતિ ખરેખર અતુલ્ય છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને આઠ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે-જુઓ કે તે કેટલી ચતુરાઈથી તેના આરામદાયક માળાને સિલાઈ કરી રહ્યો છે. બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું, માળો બનાવવાની આ ટ્રિક ખરેખર અદ્ભુત છે. અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે-દરેક વખતે વ્યક્તિ કુદરતના સાચા રંગો જોઈને ચોંકી જાય છે.

Next Article