Viral Video: કલાકારે તમિલ અક્ષરોમાંથી બનાવ્યું આનંદ મહિન્દ્રાનું સુંદર ચિત્ર, અદ્ભુત કલાથી પ્રભાવિત થઈ દુનિયા

|

May 25, 2022 | 1:35 PM

તમિલનાડુના એક વ્યક્તિએ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાની (Anand Mahindra) પોતાની અદભૂત કળાથી એવી સુંદર તસવીર બનાવી છે, જેના તે ફેન પણ બની ગયા છે.

Viral Video: કલાકારે તમિલ અક્ષરોમાંથી બનાવ્યું આનંદ મહિન્દ્રાનું સુંદર ચિત્ર, અદ્ભુત કલાથી પ્રભાવિત થઈ દુનિયા
beautiful portrait of Anand Mahindra

Follow us on

આખો દેશ પ્રતિભાશાળી લોકોથી ભરેલો છે. દેશમાં એવા પ્રતિભાશાળી લોકો (Talented Man) છે. જેઓ પોતાની અદભૂત પ્રતિભાથી આખી દુનિયાને દિવાના બનાવી દે છે. ગાયન ક્ષેત્ર હોય કે નૃત્ય કે ચિત્રકળા, દરેક ક્ષેત્રમાં એકથી વધુ કુશળ લોકો છે. આવા જ એક કુશળ વ્યક્તિની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. કારણ કે આ વ્યક્તિએ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાની (Anand Mahindra) આટલી સુંદર તસવીર બનાવી છે, જેના તે ફેન પણ છે. આ દિવસોમાં આનંદ મહિન્દ્રાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Photo) થઈ રહી છે. જેને જોઈને તમે પણ કલાકારના વખાણ કર્યા વિના રહી શકશો નહીં.

વાસ્તવમાં, આનંદ મહિન્દ્રા તેની અલગ શૈલી માટે દેશભરમાં જાણીતા છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વસ્તુઓ શેયર કરે છે. તેણે આ તસવીર પોતાના ટ્વિટર પર પણ શેયર કરી છે. જેને તમિલનાડુના એક કલાકારે પ્રાચીન તમિલ અક્ષરોથી બનાવી છે. આ કલાકારનું નામ ગણેશ છે, જે કાંચીપુરમનો રહેવાસી છે. તેમણે કુલ 741 પ્રાચીન તમિલ અક્ષરો સાથે આનંદ મહિન્દ્રાનું પોટ્રેટ બનાવ્યું છે. આ પ્રકારની પ્રથમ પેઇન્ટિંગ છે, જે ગણેશ દ્વારા બનાવવામાં આવી છે. આ પેઇન્ટિંગે દરેકના દિલ જીતી લીધા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમેઝિંગ પેઇન્ટિંગ્સ જુઓ………..

આનંદ મહિન્દ્રાનું આ પોટ્રેટ જોઈને તમે પણ કહેશો કે આ કલાકારના હાથમાં અદ્દભુત જાદુ છે. જો કે, કલાકારે તેના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે પોટ્રેટ બનાવતો જોઈ શકાય છે. આનંદ મહિન્દ્રાએ પણ તેમના ટ્વીટને રીટ્વીટ કર્યું અને તમિલમાં લખ્યું કે મારી તસવીર 741 પ્રાચીન તમિલ અક્ષરોથી બનાવવામાં આવી છે, તે એક મોટું આશ્ચર્ય છે. આ સાથે તેણે એમ પણ લખ્યું છે કે તે આ સુંદર તસવીર પોતાના ઘરમાં લગાવશે.

માત્ર 24 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Published On - 9:23 am, Wed, 25 May 22

Next Article