આ રેસ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી હતી
આ રેસ ઓસ્ટ્રેલિયા (Australia)ના વિક્ટોરિયામાં ચાલી રહી હતી. આમાં સ્પ્રિન્ટ કાર એક મેદાનમાં દોડતી જોવા મળે છે. વીડિયોમાં અચાનક બે કાર અથડાતી જોઈ શકાય છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ એટલી વધારે હતી કે એક કાર ફેંસ પાસે પડી હતી. ત્યાં ઉભેલી એક મહિલા તેનો વીડિયો (Amazing Viral Videos) બનાવી રહી હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કાર તેની કેટલી નજીક આવે છે અને પડી જાય છે.
શું થઈ ડ્રાઈવરની હાલત ?
કાર (Car) સીધી આવે છે અને લોખંડની વાડ સાથે અથડાયા પછી પોતાની મેળે જ અટકી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે ડ્રાઈવરોની હાલત ખરાબ થઈ હશે, કોઈના જીવ પર પણ બની આવ્યું હશે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. બધું સારું હતું જો કે, આ દુર્ઘટના બાદ તરત જ રેસ રોકી દેવામાં આવી હતી.
મહિલાએ જણાવી તેની આપવીતી
આ વીડિયો શૂટ કરનારી મહિલાનું નામ કેટલિન (Caitlin) છે. તેણે જણાવ્યું કે તે વાડ પાસે ઉભી રહીને એક વીડિયો શૂટ કરી રહી હતી, જ્યારે કાર ઉડતી વાડ સાથે અથડાઈ હતી. ત્યારે વીડિયો બનાવનાર મહિલાએ એ વાતનો પણ આભાર માન્યો હતો કે આમાં કોઈનું મૃત્યુ થયું નથી.