‘હાસ્યનો ડાયરો’: ભગવાને ચીનને મુકીને બધા માણસને અલગ બનાવ્યા છે

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ભગવાને ચીનને મુકીને બધા માણસને અલગ બનાવ્યા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 11:16 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા… —————————- પેન્સિલ છોલવાના સંચા પર 18% GST

*કારણ વગર અણી કાઢવી*

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

😂🤣😂

———————-

(છોકરીએ તેના BFને કોલ કર્યો)

શું કરે છે મારૂ ગલુડિયું

ફોન એના બાપાએ ઉપાડ્યો-

“ગલુડિયું નાવા ગ્યું છે, હું કૂતરો બોલું છું”

😜😂

——————————

પ્યાર ઈશ્ક મહોબ્બત આ બધું શેરબજાર જેવું છે

ફાવી ગયા તો “હર્ષદ મહેતા” પરણી ગયા તો “તારક મહેતા” નહીં તો “નરસિંહ મહેતા”

🤣😂 —————————

આપણે એ જમાનાની નોટો છીએ…

જે શનિવારે આખો દિવસ

યુનિફોર્મ એવું વિચારીને પહેરી રાખતા કે કાલે રવિવાર છે તો કાલ કપડાં ધોવાના જ છે..

😜

———————-

ભગવાને દરેક માણસને અલગ બનાવ્યા છે…

પણ જ્યારે “ચીન”નો વારો આવ્યો ત્યારે…

દે કોપી, દે કોપી, દે કોપી…

😂🤣😂 ————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

g clip-path="url(#clip0_868_265)">