‘હાસ્યનો ડાયરો’: નારદમુની જેવી થઈ ગઈ છે જિંદગી….
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
આજે વરસાદ સારો પડી રહ્યો છે અને કદાચ આવનારા ત્રણ દિવસો પણ રહેશે. આ સમય પીતાંબર સ્નાન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય.
પીતાંબર સ્નાનની વિધી.
બટેટા, મેથી, અજમાં અને મરચાંને બેસનનાં પીળા પીતાંબર પહેરાવીને, ગરમ ઉકળતાં તેલમાં ઝબોળી સ્નાન કારાવવું. ત્યાર બાદ સ્નાન કરાવેલા આ પદાર્થોનું યોગ્ય ચટણીના અભિષેક સાથે સર્વ કુટુંબીજનો તેમજ મિત્રોનાં મુખમાં વિસર્જન કરવું !!!
🌧🌈 Happy Monsoon 🌈🌧
😂🤣😂
———————-
વિશ્વમાં બીજા નંબરની સૌથી લાંબી જીભ જિરાફની છે.
પહેલા નંબર પર કોની છે એ કોઈએ પુછવું નહીં….
😜😂
——————————
આ વરસાદનું પાણી તો ખાલી ‘લેલા-મજનું’ ને સારૂ લાગે…
બાકી…આપણને તો શરદી થઈ જાય છે..!!!
🤣😂
—————————
વિદેશની કંપની છે, એટલે…
એનું નામ OPPO & VIVO છે….
જો ગુજરાતની કંપની હોત તો એનું નામ ‘ભોપો & જીવો’ હોત…
😜
———————-
નારદમુની જેવી થઈ ગઈ છે જિંદગી….
જેમ કે ત્રણેય લોકમાં ફરતા એમ જ હવે આપણેય ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબમાં ફર્યા રાખી..છીએ…
😜😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)