TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: મારા લગ્ન થઈ ગયા છે, હવે હું ક્યાંયનો નથી…..
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
રઘો: એર ઈન્ડિયાનું તેલ કબજિયાત, ફાટેલી એડી, વાળને મુળમાંથી ઉગાડવા, હાથ પગમાં બળતરા-સોજો, ચામડીના રોગ વગેરે 25 રોગનો નાશ કરે છે. ‘એર ઈન્ડિયા’એ સારો સાઈડ બિઝનેસ ચાલુ કર્યો લાગે છે..!!!
ભૂરો: ડોબા, ‘એર ઈન્ડિયા’ નહીં, ‘એરંડિયા’ની વાત છે….
😂🤣😂
———————-
લગ્ન કરવા એ તજ ખાવા જેવું છે શરૂ શરૂમાં તો
મીઠું લાગશે પણ પછી જે તીખાશ આવે…… 😜😂
——————————
ટ્રેનમાં એક મુસાફરી દરમિયાન એક બા એ પુછ્યું-ક્યાંનો છો દીકરા તું?
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા, હવે હું ક્યાંયનો નથી…..
🤣😂
—————————
ગર્લ ફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો.
પછી એકદમ યાદ આવ્યું કે મારે ક્યાં ગર્લ ફ્રેન્ડ છે મારે તો પત્ની છે..
પાછો બે કલાક રડ્યો..
😜
———————-
આ ચાની હોટેલ વાળા જે રીતે કપની સાઈઝ નાની કરતાં જાય છે
તે જોતા મને ડર લાગે છે કે, ક્યાંક આવનારા સમયમાં ઈન્જેક્શનમાં ભરીને ના આપે કે-લ્યો લગાવો….
😜 ————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)