આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા… —————————- દિકરી વાળા : અમારી દિકરી બી.ફાર્મ છે.
દિકરા વાળા : અમારો દિકરો’ય બે ફામ છે. 😂🤣😂 ———————- (આજનું જ્ઞાન)
જો અડધા કલાકના ઝગડાથી ઘરવાળી 3-4 દિવસ મોઢું ફુલાવીને મુંગી રહેતી હોય તો..
‘ડખો’ કરાય એમાં કંઈ વાંધો નહીં… 😜😂 —————————— છોકરીઓ એક રંગની લિપસ્ટિકના હજારો શેડ્સ સમજશે….
એ પણ સમજશે કે-કયા એન્ગલમાં ફેસ બનાવીને કેવી સેલ્ફી લેવી.
પરંતુ જમણું ઈન્ડીકેટર ચાલુ કરીને જમણી બાજુ જ વળવાનું એ ખૂદ
ભગવાન પણ તેને સમજાવી શકતા નથી.. 🤣😂 ————————— બધી ગુજરાતી લેડીઝનો કોમન ડાયલોગ,
” એ તો હું છું એટલે ટકી, બાકી બીજી હોત ને તો ખબર પડી જાત…..” 😜 ———————- કાચી કેરીના બોક્સમાં 2 વિમલની પડીકી મુકવાથી કેરી ‘કેસરી’ થઈ જશે..
(લી. અજય, અક્ષય, શાહરૂખ) -બોલો જુબા કેસરી વાળા 🤣😂 ————————- (Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)