AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:….. પછી મેં પણ એને 2-4 લીંબુનું શરબત બનાવીને પીવડાવ્યું

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:..... પછી મેં પણ એને 2-4 લીંબુનું શરબત બનાવીને પીવડાવ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 9:31 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા… —————————- મેં ભગવાનને પૂછ્યું – હું તમારી પૂજા કેવી રીતે કરું?

ભગવાને કહ્યું- તમે પોતે હસો, બીજાને પણ હસવાનું રાખો… બસ થઈ ગઈ તમારી પૂજા… ———————- આજે એક મિત્ર દૂરથી આવ્યો અને વારે- વારે કહેવા લાગ્યો.. ‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવ્યો છું’

પછી મેં પણ એને 2-4  લીંબુ શરબત બનાવીને પીવડાવ્યું

ત્યારે જઈને શાંત થયો તે.. 😜😂 —————————— શિયાળામાં શરીર શેકવા માટે આપણે સૂરજને ગોત’તા…’તા

હવે સૂરજ આપણને ગોતી-ગોતીને ‘શેકી’ રહ્યો છે.. 🤣😂 ————————— (ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી.)

ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. જોયું તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો.

મમ્મી બોલી – શું થયુ ટિંકૂ ?

ટિંકૂ – મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે? 😜 ———————- બબલુ – લાગે છે કે પેલી છોકરી ઓછું સાંભળે છે. હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.

ચીકુ- તે કેવી રીતે?

બબલુ – મેં કહ્યું… આઈ લવ યુ, તો તેણે કહ્યું, મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે… 🤣😂 ————————- (Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">