Hanumanji : રામભક્ત હનુમાનજીને અર્પણ કરેલું તુલસીદળ કરશે આપની મનોકામનાની પૂર્તિ
જીવનમાં (Life) સંકટ વધી રહ્યા હોય, કષ્ટ પૂરાં થવાનું નામ ન લેતા હોય આ પ્રકારની સમસ્યાઓ સતાવતી હોય તો હવે પરેશાન થવાની જરૂર નથી હનુમાનજીની (Hanumanji) શક્તિ અને તેમના વિશે તો સૌકોઇ જાણે જ છે. તો આજે આપને જણાવીશું તેમના મહા ઉપાય . હનુમાનજીને 7 મંગળવાર સુધી ચાંદીની થાળીમાં બુંદીના લાડુની સાથે તુલસીદળનો ભોગ અર્પણ કરશો તો તમને જિંદગી જીવવાનો રસ્તો મળી જશે. જીવનમાં ગમે એટલું મોટુ સંકટ હોય તેમાથી હનુમાનજી આપને અવશ્ય ઉગારી લેશે.
જીવનમાં (Life) સંકટ વધી રહ્યા હોય, કષ્ટ પૂરાં થવાનું નામ ન લેતા હોય, આપના ધંધા-રોજગાર બરાબર ન ચાલી રહ્યા હોય, નોકરીમાં (Job) પરેશાની આવતી હોય, પૈસાની અછત સર્જાય, અગત્યના કામમાં અવરોધો આવી રહ્યા હોય, ઘરમાં કલેશની સ્થિતિ રહેતી હોય આ પ્રકારની સમસ્યાઓ સતાવતી હોય તો હવે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે રામભક્ત હનુમાનના (Hanuman) આ અસરદાર ઉપાય આપને આ મુસીબતોથી બચાવશે. તો ચાલો જાણીએ કે કયા છે એ ઉપાયો કે જે કરવા માત્રથી સંકટમોચન આપનો બેડો કરશે પાર. હનુમાનજીની શક્તિ અને તેમના વિશે તો સૌકોઇ જાણે જ છે.આજે આપણે જાણીશું તેમના મહત્વના મહા ઉપાય.
લોકોને મનમાં એક સવાલ તો સતત સતાવશે જ કે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી છે. લક્ષ્મીની પૂજાથી દરિદ્રતા તો દૂર થાય છે. ગણેશજીના પૂજનથી વૈભવ આવે છે. લક્ષ્મી-ગણેશનું પૂજન કરનાર શ્રીમાન બને છે.તો પછી હનુમાનજી ક્યાં આવી ગયા. પરંતુ આજે એક વાત જણાવવી છે કે જે સમયે માતા જાનકી લંકામાં અશોકવાટીકામાં હતા ત્યારે હનુમાનજી માતા જાનકી પાસે પહોંચ્યા અને ત્યારે માતા સીતાએ હનુમાનજીના પરાક્રમ જોઇને તેમને અઢળક આશીર્વાદ આપ્યા હતા. જગતજનની માતા સીતા મા અંબાએ ” અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા ” આ આશીર્વાદ હનુમાનજીને આપ્યા હતા. એટલે આપ વિચારો કે જેની પાસે આઠ સિદ્ધિઓ છે નવ નિધિઓ છે તે પોતાના ભક્તોના કષ્ટ કેમ ન દૂર કરી શકે. આ કારણથી જ ધન વૈભવના દમન માટે, દરિદ્રતાના સમન માટે, સૌભાગ્યના ઉદય માટે હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે.
ધન લાભની કામના અર્થે
ધન લાભ માટે હનુમાનજીની પ્રતિમાને શુદ્ધ જળ અને મધથી સ્નાન કરાવો.
એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજી પર વધુ જળ ન ચઢાવો.
માત્ર હનુમાનજીના બંને પગને પાણીથી ધોવા જોઇએ.
સંતાનસુખની પ્રાપ્તિ અર્થે
હનુમાનજીની ઉપાસનાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
દૂધ-દહીંથી હનુમાનજીની પ્રતિમાને સ્નાન કરાવતી વખતે પુરુસૂક્તના 16 મંત્રો બોલતા બોલતા અભિષેક કરો.
લાલ રંગનું વસ્ત્ર અર્પણ કરો.
હનુમાનજીને 5 નારિયેળ, 5 સંતરા, 5 કેળાનો ભોગ કાંસાની થાળીમાં અર્પણ કરો.
” ૐ પવનપુત્રાય નમ: “ મંત્રનો જાપ કરવો.
તેનાથી મનોકામના પૂર્ણ થાય છે. જીવન ધન્ય બની જાય છે.
જીવના અસ્તિત્વનું જોખમ ટાળવા અર્થે
જો આપનું કોઇ એવું કાર્ય હોય જે કેટલાય સમયથી પૂર્ણ ન થઇ રહ્યું હોય, અથવા તો હવે નહીં થઇ શકે એમ લાગી રહ્યું હોય અથવા તો એવું બને કે તમારી જિંદગીનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે તમે હનુમાનજી સમક્ષ જાવ અને કહો કે હનુમાનજી મારું આ કામ પાર પાડો.
ત્યારબાદ તેમના ચરણોને શુદ્ધજળથી સ્નાન કરાવો.
તેમજ તેમને લાલ રંગનું રેશમી વસ્ત્ર અર્પણ કરો.
ચંદનનો ધૂપ અર્પણ કરો.
ચાંદીની થાળીમાં બુંદીના લાડુની સાથે તુલસીદળનો સાથે ભોગ લગાવો.
હનુમાન મંદિરમાં એકાંતમાં બેસીને ” ૐ હં હનુમંતે નમ: “ મંત્રનો યથાસંભવ જાપ કરો.
આ ઉપાય સતત 7 મંગળવાર સુધી કરશો તો તમને જિંદગી જીવવાનો રસ્તો મળી જશે.
ગમે એટલું મોટુ સંકટ હોય તેમાથી હનુમાનજી આપને અવશ્ય ઉગારી લેશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)