Heart Touch Video : સાઈકલ સવાર Zomato ડિલિવરી બોયનો Swiggy એજન્ટે આ રીતે પકડ્યો હાથ, લોકોને જય-વીરુની મિત્રતા આવી યાદ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક Swiggy ડિલિવરી એજન્ટ બાઇક પર સવાર થઈને સાયકલ ચલાવતા Zomato ડિલિવરી બોયને મદદ કરતો જોવા મળે છે. આ વીડિયો નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે.

Heart Touch Video : સાઈકલ સવાર Zomato ડિલિવરી બોયનો Swiggy એજન્ટે આ રીતે પકડ્યો હાથ, લોકોને જય-વીરુની મિત્રતા આવી યાદ
Swiggy-Zomato
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:07 AM

Zomato અને Swiggy આવી બે ફૂડ ડિલિવરી એપ છે, જે આ ક્ષેત્રમાં જાણીતા નામ છે. ગ્રાહકોને રીઝવવા માટે આ બંને અવાર-નવાર આકર્ષક ઑફર્સ લઈને આવે છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં બંનેના ડિલિવરી એજન્ટ પણ પહેલા લોકો સુધી ભોજન પહોંચાડવા માટે હરીફાઈ કરશે. પરંતુ આ હરીફાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે. વાયરલ ક્લિપમાં, પ્રતિસ્પર્ધી એપ્લિકેશનના બંને ડિલિવરી એજન્ટો ફિલ્મ ‘શોલે’ના જય અને વીરુ જેવા રસ્તાઓ પર દોસ્તી નીભાવતા જોવા મળે છે. આ ચોક્કસપણે ઇન્ટરનેટ પરની શ્રેષ્ઠ ક્લિપ્સમાંથી (Cute Video) એક છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો સીધો જ લોકોના દિલને સ્પર્શી ગયો છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, એક બાઇક પર સવાર સ્વિગી ડિલિવરી એજન્ટે તેના પ્રતિસ્પર્ધી ઝોમેટોના ડિલિવરી બોયની મદદ કરી, જે દિલ્હીની આકરી ગરમીમાં સાઇકલ પર ભોજન પહોંચાડવા જઈ રહ્યો હતો. સ્વિગી વ્યક્તિએ ઝોમેટો વ્યક્તિનો હાથ પકડ્યો હતો, જેથી તેને સખત ગરમીમાં પેડલ ન ચલાવવા પડે. હવે આ વીડિયો જોયા પછી લોકોને શોલેની જય-વીરુની મિત્રતા યાદ આવી ગઈ છે. તો ચાલો પહેલા આ ક્યૂટ વીડિયો જોઈએ.

ભારતીય ક્રિકેટર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવિશ છે રૂપ સુંદરી, જુઓ Photos
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો
કેનેડામાં જલ્દી મળી જશે PR કરવું પડશે આ એક કામ ! જાણો
ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર
કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો

અહીં વીડિયો જુઓ……..

View this post on Instagram

A post shared by Sannah Arora (@sannaharora)

મિત્રતાનો આ ક્યૂટ વીડિયો (Cute Video) ઈન્સ્ટાગ્રામ પર sannaharora નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયો 9 જુલાઈનો છે, જે હાલ વાયરલ થયો છે. સનાએ કેપ્શનમાં લખ્યું, દિલ્હીમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ગરમી વચ્ચે જોવા મળી સાચી મિત્રતા! લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 4 લાખ 77 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકો સતત તેમના પ્રતિભાવો નોંધી રહ્યા છે.

એક યુઝર કહે છે કે, ડિલિવરી બોય એકબીજાનું દર્દ સમજે છે. તે જ સમયે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, આ વીડિયો જોઈને હું રડી રહ્યો છું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, અદ્ભુત, માનવતા માટે એકતા.

g clip-path="url(#clip0_868_265)">