પાકિસ્તાનના કરાચીમાં મુસ્લિમો જ તોડી રહ્યા છે મસ્જિદ, વિશ્વાસ ના આવતો હોય તો જુઓ મેજર સુરેન્દ્ર પુનિયાએ શેર કરેલો આ VIDEO
હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મેજર સુરેન્દ્ર પુનિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આર્થિક સંકટ એટલું મોટું છે કે દેશ નાદારીની આરે ઉભો છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મેજર સુરેન્દ્ર પુનિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે. જોકે ટીવી9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો: Viral Video: મોતના કુવામાં કરતબ દેખાડવાના ચક્કરમાં શખ્સની હાલત થઈ ખરાબ, આ જોઈને હસવુ નહીં રોકી શકો
મેજર સુરેન્દ્ર પુનિયાએ ટ્વિટ કર્યુ
Sunni Muslims in Pak breaking mosque of minority Ahmadiyya Muslims in Karachi.
In 1947 Ahmadiyya Muslims left India to became part of Pakistan but now they are not considered even human beings by majority Sunnis pic.twitter.com/CMKIj59K3X
— Major Surendra Poonia (@MajorPoonia) February 3, 2023
મેજર સુરેન્દ્ર પુનિયાએ ટ્વીટમાં લખ્યુ છે કે ”પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે. 1947માં અહમદિયા મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાનનો હિસ્સો બન્યા હતા પરંતુ હવે બહુમતી સુન્નીઓ દ્વારા તેઓને મનુષ્ય પણ ગણવામાં આવતા નથી.”
કોણ છે મેજર સુરેન્દ્ર પુનિયા ?
મેજર સુરેન્દ્ર પુનિયાનો જન્મ 1 જાન્યુઆરી 1977ના રોજ રાજસ્થાનના સીકરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તે AFMC, પુણેમાંથી સ્નાતક છે. મેજર સુરેન્દ્ર પુનિયા, વિશિષ્ઠ સેવા મેડલ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રમતવીર, લિમ્કા બુક રેકોર્ડ ધારક, ડૉક્ટર, ભૂતપૂર્વ ભારતીય આર્મી સ્પેશિયલ ફોર્સીસ અધિકારી અને સોલજૈથોન મેરેથોનના સ્થાપક છે. પાવર-લિફ્ટિંગ અને એથ્લેટિક્સ ઇવેન્ટ્સમાં સતત ચાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ છે.
પૂનિયા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણે અને જવાહર નવોદય વિદ્યાલય, પાટણ, સીકર, રાજસ્થાનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઓગસ્ટ 2001માં તેમને આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના અંગરક્ષક સાથે સેવા આપી હતી. તેમણે રાજસ્થાનની સીકર લોકસભા બેઠક પરથી 2014ની સંસદીય ચૂંટણી પણ લડી હતી. તેમણે અરવિંદ કેજરીવાલ સાથે વૈચારિક મતભેદોને કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા 2015માં આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યું હતું.
મેજર સુરેન્દ્ર પુનિયાએ ક્રોએશિયા, સ્પેન, આયર્લેન્ડ અને તુર્કીમાં યોજાયેલી 5 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 10 ગોલ્ડ સહિત 27 મેડલ જીત્યા. તે 2010 થી 2013 સુધી સતત ચાર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પાવર-લિફ્ટર છે. 26 જાન્યુઆરી 2012 ના રોજ, તેમને રમતગમતના ક્ષેત્રમાં તેમની ‘વિશિષ્ટ સેવા’ બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘વિશિષ્ટ સેવા મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો.