AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weird news : વિચિત્ર જીવો… રસ્તા પર ફરતા જોવા મળ્યા અજીબ જીવ, નજારો જોઈને લોકો મૂકાયા મૂંઝવણમાં

વિચિત્ર અને રહસ્યમય પ્રાણીઓનો આ આશ્ચર્ય પમાડે તેવો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. બે મિનિટ 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.9 મિલિયન એટલે કે 49 લાખ વખત જોવામાં આવ્યો છે.

Weird news : વિચિત્ર જીવો... રસ્તા પર ફરતા જોવા મળ્યા અજીબ જીવ, નજારો જોઈને લોકો મૂકાયા મૂંઝવણમાં
Strange creatures
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 8:57 AM
Share

એક સમય હતો જ્યારે પૃથ્વી પર વિશાળકાય પ્રાણીઓ રહેતા હતા, જે આજના સમયમાં જોવા મળતા મહાકાય પ્રાણીઓ કરતા અનેક ગણા મોટા હતા અને ખૂબ જ ખતરનાક પણ હતા. આમાં ડાયનાસોરનું નામ સૌથી પહેલા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે જમાનામાં ડાયનાસોર સિવાય પણ અનેક પ્રકારના મહાકાય પ્રાણીઓ હતા? તે દિવસોમાં મગર પણ એટલા મોટા હતા કે તેમના વિશે જાણીને જ આત્મા કંપી જાય છે. જો કે હવે પૃથ્વી પર આવા મહાકાય જીવો જોવા મળતા નથી, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યની સાથે-સાથે મૂંઝવણમાં પણ છે.

વાસ્તવમાં, આ વીડિયોમાં કેટલાક વિચિત્ર અને વિશાળકાય જીવો રસ્તાઓ પર મુક્તપણે ફરતા જોવા મળે છે. તેમના કદને જોઈને એવું લાગે છે કે તેઓ આ દુનિયાના જીવો નથી. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ મગર સંભવતઃ શિકારની શોધમાં રસ્તા પર ઘૂમી રહ્યો છે. તેના ભયાનક શરીર અને ચીકણા દાંતને જોઈને કોઈપણ વ્યક્તિ કંપી ઉઠશે. આ પછી, સિંહ જેવું વિચિત્ર પ્રાણી, પરંતુ તેનાથી અનેક ગણું મોટું, વીડિયોમાં આસપાસ ફરતું જોવા મળે છે. ત્યારે એક ખતરનાક ડ્રેગન પણ બહુમાળી ઈમારતો વચ્ચે ઉડતો જોવા મળે છે. આવા બીજા ઘણા વિચિત્ર અને રહસ્યમય જીવો આ વીડિયોમાં જોવા મળે છે.

જુઓ, આ ચોંકાવનારો વીડિયો

જો કે રસ્તાઓ પર ફરતા અજીબોગરીબ અને રહસ્યમય જીવોને જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જશો, પરંતુ છેલ્લા વીડિયોને જોતા એવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સીન હોવો જોઈએ. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ નામના ID સાથે શેર કરવામાં આવ્યો છે.

બે મિનિટ 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.9 મિલિયન એટલે કે 49 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે શેરીઓમાં ફરતા વિચિત્ર પ્રાણીઓના એનિમેટેડ ચિત્રો છે, જ્યારે કેટલાક કહે છે કે ‘આ વાસ્તવિક નથી’. તો કેટલાક યુઝર્સ માની રહ્યા છે કે, આ ફિલ્મ ‘બિગ મેન જાપાન’ની સિક્વલ હોઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">