ચકલી પણ છે હરિભક્ત, ‘હરે ક્રિષ્ના’ બોલતી ચકલીનો વીડિયો થયો વાયરલ

|

Jul 31, 2022 | 11:49 PM

હાલમાં સોશિયલ મીડિયા પર હરિના અનોખા ભક્તનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે માણસ નથી તે એક ચકલી છે.

ચકલી પણ છે હરિભક્ત, હરે ક્રિષ્ના બોલતી ચકલીનો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Bird chants Hare krishna: ભારતમાં જુદા-જુદા ધર્મમાં માનનારા લોકો વસે છે. દરેકની પોતાના ધર્મ પ્રત્યે લાગણી અને આસ્થા હોય છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ જેવા ધર્મ પાડનારા લોકો સાથે વસે છે. તેમના ધર્મ સ્થાનો પણ હોય છે. જેના તેઓ ખુબ શ્રદ્વા રાખીને જતા હોય છે. ભારતમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. હિન્દુ ધર્મમાં ક્રિષ્ના એ સૌથી પંસદ કરવામાં આવતુ ભગવાનનો અવતાર છે. તેઓ ઉત્તરપ્રદેશના મથુરાના કણ-કણમાં વાસ કરે છે, મથુરામાં તેઓએ અનેક લીલાઓ કરી હતી. હાલમાં પણ મથુરામાં સવારની શરુઆત લોકો હરિ નામ બોલીને કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર હરિના અનોખા ભક્તનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે માણસ નથી તે એક ચકલી છે.

તમને વિચાર આવશે કે એક ચકલી હરિ ભક્ત કઈ રીતે હોય શકે ? આ સવાલનો જવાબ તમને આ વીડિયો જોઈને મળી જશે. આ વીડિયો મથુરાનો છે. આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે મથુરાની આ ચક્લી હરિ નામ બોલી રહી છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. હરિ પ્રત્યેની પોતાની આસ્થાને કારણે આ વીડિયોને લોકો ખુબ શેર કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ખુબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ જે કઈ બોલી રહ્યો છે તે ચકલી પણ પોતાના અવાજમાં પાછુ બોલી રહી છે. તે હરે ક્રિષ્ના બોલે છે અને થોડા સમય પછી તે હરિ બોલ પણ બોલે છે. આ વીડિયોને લોકો ખુબ પંસંદ કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો છે.

Next Article