ચપ્પલ ચોર સાપ……મોઢામાં ચપ્પલ લઈને દોડતો જોવા મળ્યો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- શું કરશે આનું?

'ચપ્પલ ચોર' સાપનો આ ફની વીડિયો IFS ઓફિસર પરવીન કાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'હું વિચારી રહ્યો છું કે આ સાપ તે ચપ્પલનું શું કરશે. તેને તો પગ પણ નથી.

ચપ્પલ ચોર સાપ......મોઢામાં ચપ્પલ લઈને દોડતો જોવા મળ્યો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- શું કરશે આનું?
snake funny video
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 26, 2022 | 6:11 AM

ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે, જેમાંથી કેટલાક અત્યંત ઝેરી હોય છે અને કેટલાક તો બિન ઝેરી હોય છે. જો કે આખી દુનિયામાં સાપની હજારો પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી મોટાભાગના સાપ ઝેરી નથી હોતા. જો કે, આ હોવા છતાં આ એવા જીવો છે, જેને જોઈને જ લોકો ભાગી જતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જો કોઈ સાપને આવતો જુએ તો તરત જ કંઈપણ વિચાર્યા વગર ભાગી જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર સાપને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે. આ વીડિયો જોયા પછી તમે પણ હસવાનું રોકી નહી શકો.

લોકો આ વીડિયો પર ખૂબ મજા કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળકાય સાપ ઈંટોની અંદરથી બહાર નીકળીને એક ઘર તરફ આવે છે, પરંતુ વચ્ચે ઝાડીઓ પાસે તેને એક ચંપલ જોવા મળે છે, જેને તે ઝડપથી પોતાના મોંમાં દબાવી લે છે. આ પછી ખબર નહીં તેના મગજમાં શું ચાલે છે કે તે તે ચપ્પલને મોંમાં દબાવીને ક્યાંક ઝડપથી જવા લાગે છે. પછી થોડે દૂર જઈને તે ફરી એકવાર ઝાડીઓમાં પ્રવેશે છે અને ક્યાંક ગાયબ થઈ જાય છે.

જુઓ, ‘ચપ્પલ ચોર’ સાપનો ફની વીડિયો

આ રમુજી ઘટના ક્યાં બની તે જાણી શકાયું નથી, પરંતુ બેકગ્રાઉન્ડમાં કેટલીક મહિલાઓ ભોજપુરીમાં વાત કરી રહી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ ઘટના બિહાર અથવા પૂર્વ ઉત્તર પ્રદેશમાં ક્યાંક બની હશે. આ ફની વીડિયોને IFS ઓફિસર પરવીન કાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મને આશ્ચર્ય છે કે આ સાપ તે ચપ્પલનું શું કરશે. તેને તો પગ પણ નથી’.

માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કોમેન્ટમાં એક યુઝરે બીન વગાડતા એક વ્યક્તિ અને છોકરાની બીન પર સાપની જેમ ઝૂલતા હોવાનો વીડિયો શેર કર્યો છે અને મજાકમાં કેપ્શનમાં લખ્યું છે કે આ ચપ્પલ તેમને મારવા માટે લઈ ગયું છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, તેણે તો સાપનું નાક જ કાપી નાખ્યું છે, જ્યારે એક યુઝરે સાપને ‘ચપ્પલ ચોર’ ગણાવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati