સાપે છુપાયેલા દેડકાને કાઢ્યો બહાર, બનાવ્યો શિકાર, આ Viral Video જોઈને ચોંકી જશો

|

Apr 18, 2022 | 9:38 AM

આ ચોંકાવનારો વીડિયો (shocking video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર heyvanatedidani નામના આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. કુલ 4 મિનિટ 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સાપે છુપાયેલા દેડકાને કાઢ્યો બહાર, બનાવ્યો શિકાર, આ Viral Video જોઈને ચોંકી જશો
snake and frog viral video

Follow us on

તમે સાપ (Snake) તો જોયા જ હશે, પરંતુ તેમના વિશે ઘણી એવી વાતો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. ઉદાહરણ તરીકે, આઈસલેન્ડ અને એન્ટાર્કટિકા બે એવી જગ્યાઓ છે, જ્યાં એક પણ સાપ જોવા મળતા નથી, કારણ કે અહીંનું તાપમાન તેમના માટે અનુકૂળ નથી. આ ઉપરાંત, તમે સાપ વિશે જાણતા જ હશો કે તેઓ લગભગ 130 મિલિયન વર્ષોથી એટલે કે ડાયનાસોરના સમયથી આ પૃથ્વી પર હાજર છે. જો કે એવું માનવામાં આવે છે કે તે સમયના સાપ ખૂબ જ વિશાળ હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દુનિયામાં સાપની 2500થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાંથી માત્ર 20 ટકા જ ઝેરી હોય છે. તમે સાપના ખોરાક વિશે જાણતા જ હશો કે તેઓ નાના જીવજંતુઓ અને દેડકા વગેરે ખાય છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક સાપનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં દેડકાને પોતાનો શિકાર બનાવતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દેડકો વાંસના છિદ્રની અંદર જઈ રહ્યો છે અને સાપ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. અહીં જીવ બચાવવાની લડાઈ ચાલી રહી છે. દેડકો છિદ્રમાં વધુ પ્રવેશી શકતો નથી, તેથી તે સાપની પકડમાંથી છટકી શકતો નથી. સાપ તેને પાછળથી પકડીને બહાર કાઢે છે અને પછી ધીમે-ધીમે તેને ગળી જવાની કોશિશ કરવા લાગે છે. લગભગ 5 મિનિટ સુધી પ્રયાસ કર્યા પછી, આખરે સાપ તે દેડકાને આખો ગળી જાય છે. આ વિડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

વિડિઓ જુઓ:

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર heyvanatedidani નામના આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. કુલ 4 મિનિટ 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો:  Viral: માણસોની જેમ લડતા નજરે પડ્યા ઉંદર, સીસીટીવીમાં કેદ થયો Funny Video

આ પણ વાંચો:  Funny Video: ટેણીયો નિડર થઈ કૂતરા પાસે જતો તો રહ્યો પછી ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો

Next Article