Shocking viral video : રસ્તા પર અચાનક વાઈનનું પૂર વહેવા લાગ્યું, બચવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું-watch video
પોર્ટુગલનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જ્યાં અચાનક દારૂની નદીઓ વહેવા લાગી. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. મામલો એટલો ખતરનાક બની ગયો કે લોકોને બચાવવા માટે એલર્ટ જારી કરવું પડ્યું.

વરસાદની મોસમમાં ગામડાંઓ અને નગરોમાં પૂર આવવું સામાન્ય બાબત છે, પરંતુ આ દરમિયાન પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે દરેક જગ્યાએ માત્ર પાણી જ જોવા મળે છે. આ સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો તેની કલ્પના કરીને પણ ડરી જાય છે. પરંતુ આ બધા સિવાય તમે ક્યારેય ‘રેડ વાઈન’નું પૂર જોયું છે? જો નહીં, તો આ દિવસોમાં આવો જ એક મામલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં યુરોપના એક દેશમાં રેડ વાઈન રસ્તા પર પૂરની જેમ વહેવા લાગી.
આ પણ વાંચો : ગોદાવરી નદીના જળસ્તરમાં વધારાને કારણે પૂરનો ભય, ઘણા જિલ્લાઓમાં પૂરનો ખતરો
આ રીતે સર્જાઈ પુરની સ્થિતિ
મામલો પોર્ટુગલનો હોવાનું કહેવાય છે. ગયા રવિવારે અહીંના રોડ પર ‘રેડ વાઈન’નું પૂર આવ્યું હતું. શેરીઓમાં માત્ર રેડ વાઈન જ દેખાતી હતી. રિપોર્ટ અનુસાર આ ઘટના Sao Lourenco do Bairro નામના ટાઉનની છે. જેનો વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા રવિવારે Levira Distilleryની બે ટાંકી ફાટી હતી, ત્યારબાદ 22,00,000 લીટર રેડ વાઈન રસ્તાઓ પર વહી ગઈ હતી અને સ્થિતિ પૂર જેવી થઈ ગઈ હતી.
અહીં વીડિયો જુઓ………..
2.2 million liters: There was a flood of wine in Portugal. Two cisterns exploded at the Levira distillery, fermented grape juice flowed into the streets The company reacted quickly and prevented alcohol from entering local rivers; This could lead to an environmental disaster. pic.twitter.com/melfa7Eop2
— üzer ok (@uzer_ok) September 11, 2023
(Credit Source : @uzer_ok)
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, લાખો લીટર રેડ વાઈન રસ્તા પર જાણે પાણી વહી રહ્યું હોય તેમ વહી રહ્યું છે. વાસ્તવમાં બન્યું એવું કે રવિવારે સાંજે લેવિરા ડિસ્ટિલરીની રેડ વાઈનથી ભરેલી ટાંકી અચાનક ફાટી ગઈ અને 22 લાખ લિટર રેડ વાઈન નગરની એક ટેકરી નીચે અને શેરીઓમાં વહેવા લાગ્યો. આ શરાબનું પૂર એવું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પર્યાવરણની ચેતવણી જાહેર કરવી પડી હતી, જેથી નજીકની સર્ટિમા નદીને (Certima River) પ્રદૂષિત થવાથી બચાવી શકાય.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





