AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Stunt viral video : લો બોલો, છોકરાએ માથા પર રાખ્યું ફ્રીઝ, પછી ચલાવી સાયકલ

એક માણસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના માથા પર ફ્રીઝ રાખીને બેલેન્સ કરતો જોવા મળે છે. અહીં શોકિંગ બાબત તો એ છે કે વ્યક્તિએ ફ્રીઝ માથા પર રાખીને સાઈકલ પણ ચલાવી છે.

Shocking Stunt viral video : લો બોલો, છોકરાએ માથા પર રાખ્યું ફ્રીઝ, પછી ચલાવી સાયકલ
Shocking Stunt viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 10:16 AM
Share

જો કે સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ નવા-નવા વીડિયો વાયરલ થયા કરે છે, પરંતુ ઘણી વખત આવા વીડિયો આપણી નજર સામે આવો વીડિયો આવે અને આપણએ તેને જોઈને ચોંકી જઈએ છીએ. આવો જ એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં એક છોકરાએ પોતાના જોરદાર પરાક્રમથી યુઝરોનો વિચાર કરતા કરી દીધા છે. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ વિચારી રહી છે કે આ છોકરાએ બેલેન્સ કેવી રીતે કર્યું?

આ પણ વાંચો : Funny viral Video : સ્કૂટર ચલાવતી છોકરીઓની એક વ્યક્તિએ કરી મદદ, કર્યું આ પરાક્રમ, Viral Video જોઈને હસવું નહીં રોકી શકો

મોજથી ચલાવી સાયકલ

હકિકતમાં આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો મોટા ચાર રસ્તા પર સાયકલ ચલાવતો જોવા મળે છે. ગજબ તો ત્યારે થાય છે કે તમે તેના માથા પરનું મુકેલું ફ્રિઝ જુઓ છો. એક મોટું ફ્રિજ તેના માથા પર છે અને તે મોજથી સાયકલ ચલાવતો જોવા મળે છે. જ્યારે તે છોકરાએ સાયકલ ચલાવી હતી જ્યારે તેના માથા પર રેફ્રિજરેટરનું જોરદાર બેલેન્સ કર્યું હતું. આ જોયા પછી સોશિયલ મીડિયાના લોકો પબ્લિક ખૂબ જ આશ્ચર્યચકિત છે.

વીડિયો અમેરિકાના ન્યુયોર્ક શહેરનો છે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ તેના માથા ઉપર રેફ્રિજરેટર રાખ્યું અને સાયકલને ચલાવી રહ્યો છે. તે આ સ્ટંટની મજા પણ લઈ રહ્યો છે. સાઇકલ ચલાવતી વખતે છોકરાએ જે રીતે પોતાનું બેલેન્સ જાળવી રાખ્યું તે ખૂબ જ શોકિંગ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે રે આ વીડિયો અમેરિકાના ન્યુયોર્ક શહેરનો છે. જ્યાં આ છોકરાએ આ અનોખું સ્ટંટ કર્યો છે.

શોકિંગ વીડિયો અહીંયા જુઓ………….

(Credit Source : barstoolsports)

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ barstoolsports પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 2.40 હજારથી વધારે લોકોએ તેને પસંદ કર્યો છે અને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા લખી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેણે અસંભવને સંભવ કરી દીધું છે.’ બીજા યુઝરે લખ્યું છે કે, ‘આ વ્યક્તિની ગરદન લોખંડની બનેલી હોય તેવું લાગે છે.’ બીજાએ લખ્યું, ‘આ વ્યક્તિએ ખરેખર કમાલ કરી દીધી છે.’

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">