Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર સિગિંગ અને ડાન્સ સંબધિત વીડિયો(Dance Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક લોકોનુ ટેલેન્ટ (Talent) જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે.જેમાં સરકારી શાળાની એક બાળકી જે રીતે નોરા ફતેહીના (Nora Fatehi) સોંગ પર ડાન્સ કરી રહી છે, તે જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થયા છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝૂંપડપટ્ટીમાં એક બાળકી ઉભી છે. આ બાળકી શાળાના યુનિફોર્મમાં(School Uniform) જોવા મળી રહી છે. બાદમાં આ બાળકી નોરા ફતેહી અને ગુરુ રંધાવાના સોંગ ‘નાચ મેરી રાની’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ બાળકીની એનર્જી સાથે અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવી રહી છે તે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. એટલુ જ નહિ ડાન્સ દરમિયાન આ બાળકીના હાવભાવ પણ જોવા લાયક છે. આટલી નાની ઉંમરમાં જે રીતે આ બાળકી નોરા ફતેહીના ડાન્સ સ્ટેપ્સને કોપી કરી રહી છે તે પ્રશંશનીય છે.
View this post on Instagram
આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ગુરુ રંધાવા દ્વારા શેર કરવામાં આવ્યો છે.જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ શું વાત છે…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ ટેલેન્ટ જોઈને મને મારી આંખ પર પણ વિશ્વાસ નથી આવતો.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ બાળકીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: આફ્રિકને મોહમ્મદ રફીનું સુંદર ગીત ગાતા અનુપમ ખેરે શેર કર્યો વીડિયો, લોકોને આવી રહ્યો છે પસંદ
આ પણ વાંચો : Video : શું તમને પણ કૂતરો અને બિલાડી જોવા મળ્યા ? વાયરલ વીડિયો જોઈને યુઝર્સ થયા કનફ્યુઝ