Viral Video: આફ્રિકને મોહમ્મદ રફીનું સુંદર ગીત ગાતા અનુપમ ખેરે શેર કર્યો વીડિયો, લોકોને આવી રહ્યો છે પસંદ
બોલિવૂડ એક્ટર અનુપન ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરરોજ ઈન્ટરનેટ પર ફની વીડિયો શેર કરે છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક આફ્રિકન મોહમ્મદ રફીના ગીતને ગુંજી રહ્યા છે.
બોલિવૂડ (Bollywood) મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોહમ્મદ રફીનું(mohammed rafi) નામ હંમેશા અમર રહેશે. તેણે બોલિવૂડને ઘણા સદાબહાર ગીતો આપ્યા છે. આ ગીતો એવા છે કે જે આજે પણ લોકો ગાઈ છે. તેમના ગીતો માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. મોહમ્મદ રફીના ગીતોની વાત કરીએ તો તેમનું એક ગીત ‘ચાહુંગા મેં તુઝે સાંઝ સવેરે’ ખૂબ જ સુંદર છે. આટલા વર્ષો પછી પણ આ ગીત કોઈને પણ નશો કરી શકે છે. આજે અમે તમારી સામે એક એવો વીડિયો લાવ્યા છીએ, જેને જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક આફ્રિકન મોહમ્મદ રફીના ગીતને ગાઈ રહ્યા છે.
આ વીડિયોને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (anupam kher) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક આફ્રિકન લોકો પાર્ટીની મજા માણી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે રફી સાહેબનું ગીત ‘ચાહુંગા મેં તુઝે સાંઝ સવેરે’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આ સાથે ત્યાં હાજર તમામ લોકો જાતે જ આ ગીત ગુંજી રહ્યા છે. આ વિડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, સાથે મળીને લોકો તેમની લાઈક્સ અને કમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
किसी ने मुझे ये वीडियो भेजा।जहाँ किसी अफ़्रीकन देश के कुछ लोग मेरा एक बहुत ही पसंदीदा फ़िल्म “दोस्ती”का गाना ‘चाहूंगा मैं तुझे साँझ सवेरे…’ गा रहे हैं।ये हैं पुरानी हिन्दी फ़िल्मों का जादू।आप भी सुनिए।और ज़ोर ज़ोर से गाइए! बहुत अच्छा लगेगा।👏👍😍@rajshrifilms #Dosti!! pic.twitter.com/EoSgFQ6nbj
— Anupam Kher (@AnupamPKher) January 4, 2022
આ વીડિયોને શેર કરતી વખતે અનુપમ ખેરે એક સુંદર કેપ્શન પણ લખ્યું, તેણે લખ્યું- કોઈએ મને આ વીડિયો મોકલ્યો છે. જ્યાં એક આફ્રિકન દેશના કેટલાક લોકો મારી ખૂબ જ પ્રિય ફિલ્મ “દોસ્તી” નું ગીત ‘ચાહુંગા મેં તુઝે સાંઝ સવેરે…’ ગાઈ રહ્યા છે. જૂની હિન્દી ફિલ્મોનો આ જાદુ છે. તમે પણ સાંભળો અને મોટેથી ગાઓ! બહુ જ સારું લાગશે.
આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે એક યુઝરે લખ્યું- પરિવર્તન થઈ રહ્યું છે, લોકો પીને અંગ્રેજી બોલે છે પરંતુ હવે લોકો હિન્દી પણ બોલવા લાગ્યા છે. અન્ય યુઝરે લખ્યું- બોલિવૂડને સુવર્ણ યુગમાં પાછા લાવો. વિચારો હવે આવા ગીતો અને ફિલ્મો કેમ બનતી નથી.
આ પણ વાંચો : Kazakhstan Protest: 12 પોલીસકર્મીના મોત, સુરક્ષા દળોએ વિરોધીઓને જડબાતોબ જવાબ આપી ગોળીએ દીધા