વડોદરામાં લોકોએ કાઢી Robotic Rathyatra, વીડિયો જોઈ લોકોએ કહ્યું વિજ્ઞાન અને પરંપરાનો અદ્ભૂત સંગમ!

મુખ્યમંત્રીએ આ રથયાત્રા (Rathyatra 2022) સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

વડોદરામાં લોકોએ કાઢી Robotic Rathyatra, વીડિયો જોઈ લોકોએ કહ્યું વિજ્ઞાન અને પરંપરાનો અદ્ભૂત સંગમ!
Vadodara Robotic Rathyatra 2022
Image Credit source: ANI
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jul 02, 2022 | 11:09 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ (Ahmedabad) ની 145મી જગન્નાથ રથયાત્રા (Rathyatra 2022) સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ આ બધામાં એક ભક્તે અનોખી રથયાત્રા કાઢી. જેનો વીડિયો ઈન્ટરનેટ પર આવ્યો ત્યારથી છવાયેલો રહ્યો હતો.

શુક્રવારે વિવિધ રાજ્યોમાં આયોજિત 145મી ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશ-વિદેશના ભક્તોએ ભાગ લીધો હતો અને બધા પોતપોતાની રીતે આ વિશેષ ઉત્સવનો ભાગ બન્યા હતા. વડોદરાના જય મકવાણા તેમના ઈનોવેશનના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથનો રોબોટિક રથ (Robotic Rathyatra) યાત્રા કાઢી હતી. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો ત્યારે લોકો કહેવા લાગ્યા કે આ વિજ્ઞાન અને પરંપરાનો અદ્ભુત સમન્વય છે!

ન્યૂઝ એજન્સી ANIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 43 હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને 2100થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ અનોખી રથયાત્રાને જોયા બાદ પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ પણ વાંચો

આપની જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વિશ્વ વિખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે ગુરુવારે ઓડિશાના પુરી બીચ પર ભગવાન જગન્નાથના 125 રેતીના રથ અને રેતીની મૂર્તિઓ બનાવીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પટનાયકે તેમની સેન્ડ આર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે મળીને આ શિલ્પોને તૈયાર કરવામાં લગભગ 14 કલાકનો સમય લીધો અને તેને પૂર્ણ કર્યું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati