આટલું બધુ કરી શકે છે રોબોટ, માણસ કરતા પણ વધુ ‘સ્માર્ટ’ બની ગયા રોબોટ, જુઓ આ Viral Video
બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટ તેની આસપાસની વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો છે અને નકલી કન્સ્ટ્રક્શન સાઈટ પર રસ્તામાં પડેલા લાકડાના પાટિયાને ઉપાડી રહ્યો છે.

મેસેચ્યુસેટ્સ સ્થિત કંપની બોસ્ટન ડાયનામિક્સે તેના હ્યુમનૉઇડ રોબોટ એટલાસનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રોબોટે કેટલીક એવા કૌશલ્ય બતાવ્યા છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટ તેની આસપાસની વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો છે અને નકલી કન્સ્ટ્રક્શન સાઈટ પર રસ્તામાં પડેલા લાકડાના પાટિયાને ઉપાડી રહ્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટ ઈન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન વર્કથી પ્રેરિત છે. તે વિવિધ કદ, સામગ્રી અને વજનની વસ્તુઓને ખસેડી શકે છે. હ્યુમનૉઇડ રોબોટે વીડિયોમાં ચોકસાઇ સાથે 540-ડિગ્રી મલ્ટિ-એક્સિસ ફ્લિપ પણ કર્યું. તે કોઈપણ વસ્તુને ઉઠાવી અને પકડી શકે છે તેમજ તેને સરળતાથી પકડી શકે છે. આ ક્ષમતા થકી એટલાસ પહેલા કરતા પણ વધુ મનુષ્યોની નજીક બની જાય છે. એટલાસ કંટ્રોલના વડા બેન સ્ટેફેસ કહે છે કે નવો વીડિયો શરૂઆતમાં પહેલાના વીડિયો કરતા થોડો હટકે લાગે છે,
હજુ કામ કરવાનું છે
સ્ટીફન્સે કહ્યું કે તેઓ હજુ પણ Bipedal રોબોટ્સથી ઘણા લાંબા અંતરે છે જે મનુષ્યો સાથે મળીને કામ કરી શકે છે. Manipulation એ એક વ્યાપક શ્રેણી છે અને અમારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. જો કે, તે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેની ઝલક આપે છે. આ રોબોટિક્સનું ભવિષ્ય છે.
એટલાસની અદ્યતન કંટ્રોલ સિસ્ટમ
તેની વેબસાઇટ પર, બોસ્ટન ડાયનેમિક્સે જણાવ્યું હતું કે, “એટલાસની અદ્યતન કંટ્રોલ સિસ્ટમ અને અત્યાધુનિક હાર્ડવેર રોબોટને માનવ-સ્તરની એગિલટી પ્રદર્શિત કરવા માટે તાકાત અને સંતુલન પ્રદાન કરે છે.” આ વાત પર પહેલા પણ પ્રકાશન પાડવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પરંતુ આ વીડિયો ખુબ અદ્ભુત છે જેમાં એક રોબોટ એ તમામ વસ્તુ કરે છે જે એક સામાન્ય માણસ કરી શકે છે. વીડિયોમાં રોબોટ એકદમ સચોટતાથી દરેક કામ કરે જે જોઈને લોકો દંગ રહી જાય છે.