AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2022 : સુરતની આ રાખડી બદલી નાખશે ભાઈના તહેવારની મૂરત, કાંડા પર બંધાનારી આ રાખડીની કિંમત જાણીને જ આંખો થઈ જશે ચાર !

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના સંબંધને અભિવ્યક્ત કરતો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે.

Raksha Bandhan 2022 : સુરતની આ રાખડી બદલી નાખશે ભાઈના તહેવારની મૂરત, કાંડા પર બંધાનારી આ રાખડીની કિંમત જાણીને જ આંખો થઈ જશે ચાર !
These rakhis can also be worn as jewelery after Rakshabandhan.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 12:27 PM
Share

રક્ષાબંધન(Raksha Bandhan 2022)નો તહેવારને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન નજીક આવતાની સાથે જ દુકાનો સૂતરના દોરાઓથી માંડીને સોના, ચાંદી, પ્લેટિનમથી અને  ડાયમંડ જડેલી રાખડીઓ નજરે પડે છે. જો કે, ગુજરાતના સુરતમાં એક એવી દુકાન છે જેણે લાખોની કિંમતની રાખડી તૈયાર કરી છે. દુકાનમાં રૂપિયા 5 લાખની કિંમતની સૌથી મોંઘી રાખડી વેચાણ માટે મૂકી બહેનોનું ધ્યાન ખેંચ્યું છે.

ભાઈને તહેવાર બાદ પણ રાખડી મદદરૂપ નીવડશે

રાખડી ખરીદવા બજારમાં નીકળેલી દુર્વા મોદીએ જણાવ્યું હતું કે “સુરતના જ્વેલર્સના શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં 400 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓ તહેવાર માટે તૈયાર કરવામાં આવી છે.  ભાઈને રાખડી ભવિષ્યમાં પણ મદદરૂપ રહે તે માટે તે આ રાખડી સારો વિચાર માની શકાય તેમ છે.

તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે

જ્વેલરી શોપના માલિક દીપક ભાઈ ચોકસીએ જણાવ્યું હતું.”અમારા દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ રક્ષાબંધન પછી ઘરેણાં તરીકે પણ પહેરી શકાય તેમ છે. અમે દર વર્ષે આ પવિત્ર તહેવારને નવી રીતે ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ,”

મોંઘી રાખડીનો વધી રહ્યો છે ક્રેઝ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના સંબંધને અભિવ્યક્ત કરતો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે અને બદલામાં ભાઈ વચન સાથે  કંઈક ભેટ આપે છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે.

રાખડીની કિંમત સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ એક સમયે રક્ષાબંધનના તહેવાર પર બહેનો તેમના ભાઈઓના કાંડા પર માત્ર રેશમના દોરાની રાખડી બાંધતી હતી જો કે ગ્રામીણ વિસ્તારોમાં હજુ આ ચલણ સમાપ્ત થયું નથી. શહેરી વિસ્તારોમાં બદલાતા સમયના કારણે રાખડીઓની વ્યાખ્યા બદલાઈ રહી છે. ભાઈ તરફથી બહેનને આપવામાં આવતી ભેટનો ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. હવેના સમયમાં ભાઈઓ બહેનોને ભાવિ સુરક્ષિત રહે તે માટે સ્ટોક અને FD ની પણ ભેટ આપી રહ્યા છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">