પાણીપુરીમાં વેડિંગ રીંગ જોઇને ઝૂમી ઉઠી ગર્લફ્રેન્ડ, આ વાયરલ Love Story એ જીત્યું સૌનું દિલ

એક વ્યક્તિએ આ દિવસોમાં પ્રેમિકાને એ રીતે પ્રપોઝ કર્યું કે સોશિયલ મીડિયામાં બંને વાયરલ થઇ ગયા. છોકરીઓને સૌથી પ્રિય પાણીપુરીમાં રીંગ આપીને પ્રપોઝ કરવાનો અંદાજ વાયરલ થઇ રહ્યો છે.

પાણીપુરીમાં વેડિંગ રીંગ જોઇને ઝૂમી ઉઠી ગર્લફ્રેન્ડ, આ વાયરલ Love Story એ જીત્યું સૌનું દિલ
વાયરલ લવ સ્ટોરી

કોઈ પણ કપલ માટે એ દિવસ ખુબ ખાસ હોય છે જ્યારે પ્રેમી પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરે છે. અને આ જ કારણ છે કે પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે લોકો અલગ અલગ રીત શોધી કાઢે છે. એટલું જ નહીં તેના વિડીયો પણ અવાર નવાર વાયરલ પણ થતા હોય છે. દરેક નવા નવા આઈડીયા શોધી જ લાવે છે પરંતુ એક વ્યક્તિએ આ દિવસોમાં પ્રેમિકાને એ રીતે પ્રપોઝ કર્યું કે સોશિયલ મીડિયામાં બંને વાયરલ થઇ ગયા.

સોશિયલ મીડિયામાં આજકાલ એક પ્રેમકહાણી લોકોના દિલ જીતી રહી છે. સૌ આ કપલના ફોટોઝ પણ શેર કરતા રહે છે. આપણને સૌને ખબર છે કે છોકરીઓને પાણીપુરી કેટલી ભાવતી હોય છે. અને આ વાતનો જ ફાયદો ઉઠાવીને એક યુવાને પાણીપૂરીમાં રીંગ મુકીને પ્રેમિકાને પ્રપોઝ કર્યું. જેવું લોકોને આ ઘટના વિશે ખબર પડી, કે સૌ ખુશ થઇ ગયા અને આ ઘટનાને વાયરલ કરવા લાગ્યા.

આ ઘટના વિશે એક યુઝરે લખ્યું કે સાચે, પ્રેમિકા માટે આનાથી શાનદાર કંઈ ના હોઈ શકે. પ્રેમીએ તેને અસાધારણ અંદાજમાં પ્રપોઝ કર્યું છે. આવા આઈડીયા વિશે વિચાર પણ ના આવે. એટલું જ નહીં આ લવ સ્ટોરી વાયરલ થઇ રહી છે.

વાયરલ લવ સ્ટોરી

દરેકને આ અંદાજ પસંદ આવી રહ્યો છે. આ જ કારણે બંનેની પ્રેમ કહાણી વાયરલ થઇ રહી છે. લોકો તેમના આ અંદાજ વિશે અનેક કોમેન્ટ આપી રહ્યા છે. જેમાં આ આઈડીયાના સૌ દીવાના થઇ ગયા છે. આ કહાણીને સોશિયલ મીડિયા પર ઘણા લોકો શેર પણ કરી રહ્યા છે. અને કેટલાક લોકો મજેદાર કોમેન્ટ્સ આપી રહ્યા છે.

ચાલો આપણે તમને જણાવી દઈએ કે ઘણીવાર લોકો તેમની ગર્લફ્રેન્ડ માટે એવું કરવા માગે છે જે કંઇક અલગ હોય. થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ તેની પ્રેમિકાને પ્રાણી સંગ્રહાલયમાં પ્રપોઝ કર્યું હતું. જ્યારે વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવી, તે સમયે ત્યાં એક હિપ્પો હાજર હતો. જે બાદ આ અનોખી વાર્તા પણ જોરદાર વાયરલ થઇ હતી. આ સમાચારોએ આખી દુનિયામાં પણ હેડલાઇન્સ બનાવી હતી.