છાતી સુધી ભરાયેલા પાણીમાં મમ્મી-પપ્પાએ ‘બાહુબલી’ ની જેમ કર્યુ નવજાતનું રેસ્ક્યુ, જુઓ કાળજુ કંપાવી દેનારો Video
આ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો હોવાનું કહેવાય રહ્યુ છે. પ્રયાગરાજના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે ગંગાનું પાણી સમગ્ર વિસ્તારમાં મકાનોના એક-એક માળ સુધી ભરાઈ ગયુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોને હચમચાવીને રાખી દીધા છે. જેમાં એક પિતા તેના નવજાત બાળકને ખંભા સુધી ભરેલા વરસાદી પૂરના પાણીમાં હાથોમાં ઉપર ઉંચકીને લઈ જઈ રહ્યા છે. રૂંવાટા ઉભા કરી દેનારુ આ દૃશ્ય જોઈને લોકો ફિલ્મ ‘બાહુબલી’ ના દૃશ્યને યાદ કરી રહ્યા છે. જેમા શિવગામી ‘બાહુબલી’ને પાણીની વચ્ચેથી બચાવીને જતી હોય તે સીન લોકોના મનમાં હાલ આ દૃશ્ય જોઈને ફરી જીવંત થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, પ્રયાગરાજથી અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે ગંગાનું પાણી સમગ્ર વિસ્તારમાં મકાનોના એક-એક માળ સુધી ભરાઈ ગયુ છે. હાલ આ વીડિયો જોઈને લોકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
‘બાહુબલી’ ફિલ્મ જેવુ જીવંત દૃશ્ય (Prayagraj Flood Video)
ગંગા અને યમુના નદીનું જળસ્ત વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એવામાં અનેક વિસ્તારમાં અડધોઅડધ ઘર ડૂબી ગયા છે અને લોકોને ઘર છોડીને જવુ પડી રહ્યુ છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નવજાત બાળકને ઉઠાવીને જઈ રહેલા શખ્સે મહિલાને તેની પીઠ પર ઉંચકેલી છે. કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે આ એક માર્મિક દૃશ્ય છે. જે જોનારા દરેકને અંદર સુધી હલબલાવી દે છે. પ્રયાગરાજના બધાડાથી આવેલ 15 મિનિટની આ ક્લિપમાં લોકો સિસ્ટમ પર સવાલ ઉઠાવવા માટે મજબુર કરી દીધા છે. આ વીડિયો વિશે લોકો શું કહી રહ્યા છે આવો જાણીએ..
જુઓ Video
View this post on Instagram
લોકોનો ફુટ્યો રોષ (Prayagraj Parents Flood Video)
આ વીડિયો અંગે એક યુઝરે લખ્યુ, “ગંગા મૈયા દયા કરો”, અન્ય એક યુઝરે લખ્યુ,”પિતા અને પતિ બંનેની ફરજ નિભાવતો ભાઈ, પ્રયાગરાજમાં પૂરની સ્થિતિ”, ત્રીજા એક યુઝરે લખ્યુ, “કળયુગના વાસુદેવ”, ચોથા યુઝરે લખ્યુ, “તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયુ છે”. વધુ એક યુઝર લખે છે, “પ્રશાસને આ પૂર પર ગંભીર રીતે ધ્યાન દેવુ જોઈએ, પીડિત પરિવારોની મદદ કરવી જોઈએ”, અન્ય એક યુઝર લખે છે, “આખરે ક્યા સુધી આવી ત્રાસદી જોવા મળતી રહેશે?” આ વીડિયોના 6 લાખથી વધુ વ્યુઝ આવ્યા છે અને 50 હજારથી વધુ લાઈક્સ. કેટલાક યુઝર્સ એવા પણ છે, જે આ વીડિયોને જોયા બાદ સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે.
