પ્રશાંત કિશોર: બંગાળની બેટીને જીતાડશે જનતા, વાત સાચી ના પડી તો ટ્વીટર છોડી દઈશ

ચૂંટણી વ્યુહરચના માટે ઓળખાતા પ્રસાંત કિશોર આ વખતે બંગાળમાં મમતા બેનર્જીને જતાવવા માટે પોતાનું મગજ દોડાવી રહ્યા છે. અને જીત અંગે મોટા મોટા નિવેદનો પણ કરી રહ્યા છે.

પ્રશાંત કિશોર: બંગાળની બેટીને જીતાડશે જનતા, વાત સાચી ના પડી તો ટ્વીટર છોડી દઈશ
બંગાળ ચૂંટણી 2021
Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 27, 2021 | 1:55 PM

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળના ઈલેક્શનમાં દીદીને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કહ્યું કે ભારતમાં લોકશાહી માટે મોટી લડત પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે. પ્રશાંત કિશોરે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, બંગાળ ફક્ત તેની દીકરીને ઇચ્છે છે. બંગાળના લોકો તેમના સંદેશ સાથે તૈયાર છે અને પોતાનું રાઇટકાર્ડ બતાવવા માટે કટિબદ્ધ છે.

ચૂંટણીલક્ષીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા દ્વારા ભાજપ પર પ્રહાર કર્યા છે. આ સાથે જ પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે જો બંગાળની ચૂંટણી અંગેની મારી વાત સાચી નહીં પડે તો હું ટ્વિટર છોડી દઈશ.

આ ઉપરાંત તેમણે પોતાની અગાઉની એક ટ્વીટને વળગી રહેવાનું પણ કહ્યું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભાજપને 99 કરતા વધારે બેઠકો નહીં મળે. તેમણે કહ્યું કે પરિણામના દિવસે મને મારી જૂની ટ્વીટ યાદ અપાવી દેજો.

પ્રશાંત કિશોર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ખૂબ નજીક હતા, તેમને ગયા વર્ષે જેડીયુમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તેઓ જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા.

27 માર્ચે પશ્ચિમ બંગાળમાં પ્રથમ મતદાન

શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પાંચેય રાજ્યોની મતગણતરી 2 મેના રોજ યોજાશે. 294 બેઠકોવાળી વિધાનસભામાં 68 બેઠકો SC માટે અને 16 બેઠકો ST માટે અનામત રાખવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સિવાય કેરળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati