બેંગ્લોરના રસ્તા પર દેખાયુ અજીબોગરીબ Traffic Sign, ફોટો વાયરલ થતા પોલીસે સમજાવ્યો તેનો અર્થ

New Traffic Sign: શહેરના રસ્તાઓ ઉપર આપણે રોજ વિવિધ ટ્રાફિક સાઈન જોયા જ છે. તેમના વિશે આપણે ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા વખતે વિસ્તારમાં માહિતી મેળવતા હોઈએ છે પણ હાલમાં એક નવા ટ્રાફિક સાઈનનો ફોટો વાયરલ થયો છે.

બેંગ્લોરના રસ્તા પર દેખાયુ અજીબોગરીબ Traffic Sign, ફોટો વાયરલ થતા પોલીસે સમજાવ્યો તેનો અર્થ
Bangalore traffic sign
Image Credit source: TWITTER
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 03, 2022 | 7:22 PM

શહેરના રસ્તાઓ ઉપર આપણે રોજ વિવિધ ટ્રાફિક સાઈન (Traffic Sign) જોયા જ છે. તેમના વિશે આપણે ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા વખતે વિસ્તારમાં માહિતી મેળવતા હોઈએ છે. આ ટ્રાફિક સાઈનનો હેતુ વાહન વ્યવહાર સારી રીતે ચાલે, કોઈ અકસ્માત ના થાય અને કોઈ મોટી દુઘર્ટના ના સર્જાય તેવો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક અજીબોગરીબ ટ્રાફિક સાઈનનો ફોટો વાયરલ થયો છે. આ ફોટો બેંગ્લોરનો છે. આ નવા ટ્રાફિક સાઈનનો ફોટો જોઈ બેંગલોરના લોકોમાં ઘણી જિજ્ઞાસા જાગી કે આ ટ્રાફિક સાઈનનો અર્થ શું હશે. છેલ્લે બેંગ્લોર પોલીસને (Bengaluru Police) તેની જાણકારી આપવી પડી.

આ વાયરલ ફોટોમાં એક ત્રિકોણ આકાર સાઈન બોર્ડ પર 4 ડોટ્સ દેખાય રહ્યા છે. આ ફોટો શેર કરીને યુઝર કેપ્શનમાં લખે છે કે આ ક્યો ટ્રાફિક સાઈન છે? આને હોપફાર્મ સિગ્નલની બરાબર પહેલા લગાવવામાં આવ્યુ છે! તેણે આ પોસ્ટમાં બેંગ્લોર ટ્રાફિક પોલીસને પણ ટેગ કર્યા છે. જુઓ આ વાયરલ ટ્વિટ.

વાયરલ ટ્વિટ

ટ્રાફિક પોલીસે આપ્યો આ જવાબ

ટ્રાફિક પોલીસે આ વાયરલ ફોટો માટે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે આ સાઈન બોર્ડ ચેતવણી માટે છે. આ એક પ્રકારનું ટ્રાફિક વોર્નિગ સાઈન છે. જેમ કે અહીંયાથી કોઈ વડીલ, સ્કૂલના બાળકો અને અંધ વ્યકિત પસાર થવાની શક્યતા છે. તેના માટે આ ચેતવણીનું ટ્રાફિક સાઈન બોર્ડ છે.

બેંગ્લોરના આ સાઈન બોર્ડના ફોટા વાળી ટ્વિટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ વાયરલ ટ્રાફિક સાઈન બોર્ડને લઈને અનેક લોકો અસમંજસમાં હતા, જેને કારણે પોલીસે પોતાની જવાબદારી નીભાવીને આ તમામ માહિતી લોકો સાથે શેયર કરી છે અને આ વાયરલ ફોટા પાછળનું રહસ્ય લોકો વચ્ચે આવી ગયુ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati