Shocking Video: જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર 2 સેકેન્ડ, જુઓ કેવી રીતે પાયલટે છેલ્લી ઘડીએ બચાવ્યો પોતાનો જીવ

|

Jun 26, 2022 | 12:07 PM

પ્લેન ક્રેશ (Plane Crash)ખૂબ જ દુર્લભ છે, અને તેમાં પણ ક્રેશ સંબંધિત વીડિયો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ વીડિયોએ લોકોને સ્તબ્ધ કર્યા છે. આ અકસ્માત એટલો ખતરનાક છે કે તેને જોઈને લોકોના હોંશ ઉડી જાય છે.

Shocking Video: જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર 2 સેકેન્ડ, જુઓ કેવી રીતે પાયલટે છેલ્લી ઘડીએ બચાવ્યો પોતાનો જીવ
Plane crash horrifying video
Image Credit source: Twitter

Follow us on

લાખો-કરોડોની સંખ્યામાં વાહનો રોજ રસ્તા પર અવર-જવર કરે છે, આવી સ્થિતિમાં દરરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત જોવા મળે છે કે સાંભળવા મળે છે. ક્યારેક અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવે છે તો ક્યારેક લોકોનો આબાદ બચાવ થાય છે. રોડ એક્સિડન્ટ (Road Accidents) ને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થતા હોય છે, જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે, પરંતુ આજકાલ પ્લેન એક્સિડન્ટનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્લેન ક્રેશ (Plane Crash) ખૂબ જ દુર્લભ છે, અને તેમાં પણ ક્રેશ સંબંધિત વીડિયો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ વીડિયોએ લોકોને સ્તબ્ધ કર્યા છે. આ અકસ્માત એટલો ખતરનાક છે કે તેને જોઈને લોકોના શ્વાસ રોકાઈ જાય છે. તે ભાગ્યશાળી છે કે પાયલોટ સમયસર પ્લેનમાંથી બહાર નીકળી જાય છે, નહીંતર 2 સેકન્ડનો વિલંબ પણ તેનો જીવ લઈ લેત.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્લેન અસંતુલિત રીતે નીચે પડવા લાગે છે. જ્યારે પ્લેન જમીનથી થોડુ ઉપર હોય છે ત્યારે જ પાયલોટ તેની સીટ ઈજેક્ટ કરે છે અને પેરાશૂટની મદદથી હવામાં ઉડે છે. આ દરમિયાન પાયલોટ પ્લેનમાંથી બહાર આવતાની સાથે જ પ્લેન માત્ર બે સેકન્ડમાં જમીન પર પડી જાય છે અને જોરદાર ટક્કર સાથે મોટો વિસ્ફોટ થાય છે અને પ્લેન ટૂકડા થઈ જાય છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાતી જોવા મળી રહી છે. આ અકસ્માતમાં પાયલોટનો સમય ખૂબ જ સચોટ છે, જેના કારણે તેનો જીવ બચી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @LookedExpensive નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 9 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે આ અકસ્માતને ભયાનક ગણાવ્યો છે તો કેટલાકે પાયલોટને નસીબદાર ગણાવ્યો છે.

Next Article