Desi Jugad : વ્યક્તિએ જુગાડ લગાવીને સાઇકલને બનાવી દીધી બુલેટ, વીડિયો જોઇ લોકો ચોંકી ગયા
આ જુગાડ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો કહે છે કે આ દેશી જુગાડની અજાયબી છે.
આ દુનિયામાં એકથી એક ગજબના જુગાડુ (Jugad) લોકો છે! જેમનું આર્ટવર્ક જોઈને ભણેલા-ગણેલા ઈજનેરો એક વખત માટે સ્તબ્ધ થઈ જાય છે. આ લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ નકામી વસ્તુઓને પણ તેમાં જીવ આપીને અદ્ભુત વસ્તુઓમાં ફેરવી દે છે. આવો જ એક જુગાડ હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક વ્યક્તિએ સાઈકલને ‘બુલેટ’ બનાવી દીધી હતી.
હાલમાં પેટ્રોલની કિંમત આસમાનને સ્પર્શી રહી છે, આવી મોંઘવારીમાં કેટલાક લોકો પેટ્રોલથી છુટકારો મેળવવા માટે ઈલેક્ટ્રીક બાઇક તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ દેશી જુગાડનો સહારો લઈને સાઈકલ બનાવી ‘બુલેટ એક્સપ્રેસ’, જે હવે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ જુગાડ દ્વારા બુલેટનો લુક બદલીને સાઈકલમાં ફેરવી દીધો છે. આ વ્યક્તિએ તેની સાયકલમાં સીટ કવર અને રોયલ એનફિલ્ડ બુલેટનો પાછળનો ભાગ ફીટ કર્યો છે.
આટલું જ નહીં, પત્નીને પાછળ બેસાડી જે રીતે તે ‘ડ્રાઈવ’ પર નીકળ્યો છે, તેણે લોકોને વધુ ચોંકાવી દીધા છે, તેણે આગળ હેન્ડલને બદલે સ્ટિયરિંગ લગાવ્યું છે. જ્યારે તે વ્યક્તિ તેને રસ્તા પર ચલાવી રહ્યો હતો ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
View this post on Instagram
આ જુગાડ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો કહે છે કે આ દેશી જુગાડની અજાયબી છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ખરેખર! આ જુગાડે મારું માથું ફેરવી નાખ્યું છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ વિચિત્ર જુગાડ જોઈને આઈન્સ્ટાઈન અને ન્યૂટન એક ક્ષણ માટે સ્તબ્ધ થઇ જશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ‘upcopmanish’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કેપ્શન લખ્યું હતું, જુગાડથી શોખ પણ પૂરા કરી શકાય છે, પરંતુ અમુક અંશે તમને સંતોષ મળશે.સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને સેંકડો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો – આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસની મુલાકાત લીધી
આ પણ વાંચો –