Income Tax Rules: ITR કઈ રીતે e-Verify કરી શકાય? જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા

તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે.

Income Tax Rules:  ITR કઈ રીતે e-Verify કરી શકાય?  જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા
these 7 documents will will reduce your worries regarding ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:23 AM

નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ (Faceless Assessment Scheme) હેઠળ સબમિટ કરેલા ઈ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ બનાવી દીધા છે. હવે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી સબમિટ કરાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) મારફતે કરદાતા દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) શું છે સમજાવો કે 2015 માં વિભાગે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) રજૂ કર્યો હતો, જે 10 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જે તમે તમારું રિટર્ન સબમિટ કર્યા પછી જનરેટ કરો છો. આવકવેરા રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા તમારા આવકવેરા રિટર્નની સફળ ઈ-વેરિફિકેશન પછી જ પૂર્ણ થાય છે.

ઇન્કમટેક્સ રિટર્ન ચકાસવાની રીત તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?

  • ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.
  • પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
  • હવે ‘E-Verify’ પર ક્લિક કરો.
  • આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

તમે આ 4 વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો 1. બેંક ખાતું 2. નેટ-બેન્કિંગ 3. આધાર કાર્ડ 4. ડીમેટ ખાતું

કરદાતા આ 4 વિકલ્પોનો ઉપયોગ કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે. તમે વેબસાઇટ https://www.incometax.gov.in પર જઈને બાકીની વિગતો ચકાસી શકો છો.

આ પણ વાંચો : Bank Holidays in November 2021 : ચાલુ પખવાડિયામાં 6 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">