AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: પેંગ્વિન અચાનક લાગ્યું ઝુમવા, બીજા પેંગ્વિન પણ આશ્ચર્યમાં, તમે પણ જુઓ પેંગ્વિનની મસ્તી

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પેંગ્વિન કેવી રીતે મસ્તીમાં ઝૂમે છે, જ્યારે બાકીના પેંગ્વિન આરામથી પોતપોતાની જગ્યાએ શાંતિથી ઊભા છે અને આ પેંગ્વિનને મસ્તી કરતા જુઓ છે.

Viral: પેંગ્વિન અચાનક લાગ્યું ઝુમવા, બીજા પેંગ્વિન પણ આશ્ચર્યમાં, તમે પણ જુઓ પેંગ્વિનની મસ્તી
Penguin swinging in fun (Viral Video Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:46 AM
Share

તમે પેંગ્વિન (Penguin)જોયા જ હશે. તે એક પક્ષી જ છે, પરંતુ તે ઉડતું નથી, પાણીમાં તરતું રહે છે. એવું કહેવાય છે કે તેઓ પાણીમાં 900 ફૂટની ઊંડાઈ સુધી સરળતાથી તરી શકે છે, જ્યારે તેઓ લગભગ 20 મિનિટ સુધી તેમના શ્વાસ રોકી રાખવામાં પણ સક્ષમ છે. તેમનું અડધાથી વધુ જીવન પાણીમાં વિતાવે છે. તે સામાન્ય રીતે બરફવાળા વિસ્તારોમાં જોવા મળે છે, આ જીવો અન્ય સ્થળોએ ભાગ્યે જ જોવા મળે છે.

જો કે, સોશિયલ મીડિયા પર અવારનવાર દરેક પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે, જેમાંથી કેટલાક આશ્ચર્યજનક હોય છે તો કેટલાક ખૂબ જ ફની હોય છે, જેને જોઈને લોકો હસવા લાગે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પેંગ્વિન મસ્તીમાં ઝૂમતું જોવા મળી રહ્યું છે. તેને જોઈને એવું લાગે છે કે તે સંસારની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈને મોજ કરી રહ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પેંગ્વિન કેવી રીતે મસ્તીમાં ઝૂમે છે, જ્યારે બાકીના પેંગ્વિન આરામથી પોતપોતાની જગ્યાએ શાંતિથી ઊભા છે. કદાચ તેઓ પણ તેમના પાર્ટનરને આ રીતે ઝૂલતા જોઈને આશ્ચર્યચકિત થયા હશે અને વિચારતા હશે કે તેનું શું થયું. ઠીક છે હવે વાત ગમે તે હોય, પરંતુ પક્ષીને આવી મસ્તીમાં ઝૂલતા જોવું ખૂબ જ આનંદદાયક છે. સામાન્ય રીતે આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે. એવું નથી કે પશુ-પક્ષીઓ આ રીતે ઝૂલે નહીં, પણ મનુષ્યને આવું નજારો જોવા નથી મળતો.

આ ફની વીડિયો IAS ઓફિસર ડૉ. એમવી રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજની ​​ભાષામાં, જ્યારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે છે’. વાસ્તવમાં, તેમનું કહેવાનું તાત્પર્ય એ છે કે આજના સમયમાં જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળો ચાલી રહ્યો છે અને લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં જો કોઈનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે તો થોડી ખુશી જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Monoculture: કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કઈ રીતે પાક રોટેશનથી દર વર્ષ વધી શકે છે કમાણી

આ પણ વાંચો: Viral: આટલી અનોખી શ્રદ્ધાંજલિ તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો લોકોને ખુબ આવી રહ્યો છે પસંદ

g clip-path="url(#clip0_868_265)">