Viral Video: સુપરમેન સ્ટાઈલમાં ડ્રેસ પહેરીને પોપટે બતાવ્યો સ્પાઈડરમેનનો સ્ટંટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો

|

Apr 03, 2022 | 9:25 AM

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ ચોંકાવનારો વીડિયો શેયર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'બહાર જાઓ, થોડી તાજી હવા લો, તમારા મનને પોષો અને અદ્ભુત યાદો બનાવો!'.

Viral Video: સુપરમેન સ્ટાઈલમાં ડ્રેસ પહેરીને પોપટે બતાવ્યો સ્પાઈડરમેનનો સ્ટંટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો
parrot viral video

Follow us on

પોપટને (Parrot) વિશ્વના સૌથી બુદ્ધિશાળી પક્ષીઓમાંથી એક ગણવામાં આવે છે. કારણ કે તમે તેમની સાથે વાત કરીને કંઈપણ શીખવી શકો છો. ખરેખર, પોપટ અનુકરણ કરનારા છે, તેઓ કંઈપણ ગોખી કરી શકે છે. માનવ અવાજની નકલ પણ કરી શકે છે અને મોબાઇલ ફોનની રિંગટોનનો અવાજ પણ કાઢી શકે છે. થોડા મહિના પહેલા એક પોપટનો વીડિયો વાયરલ (Viral Videos) થયો હતો. જેમાં તે સુંદર રીતે iPhoneની રિંગટોનનો અવાજ કાઢતો જોવા મળ્યો હતો. તેનો અવાજ બિલકુલ iPhone જેવો હતો.

પોપટને લગતા વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક ખૂબ જ ફની પણ હોય છે. આવો જ એક ફની વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. જેમાં સુપરમેન સ્ટાઈલમાં સજ્જ પોપટ સ્પાઈડરમેનનો સ્ટંટ બતાવતો જોવા મળી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર એક કાર સ્પીડમાં આવી રહી છે. જેનો કાચ ખુલ્લો છે અને એક પોપટ બારીમાંથી લટકીને સ્ટંટ બતાવી રહ્યો છે. તેનો આ સ્ટંટ બિલકુલ એવો જ છે જે ઘણીવાર ફિલ્મોમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે પોપટે આવો ડ્રેસ પહેર્યો છે, જાણે તે સુપરમેન હોય. પોપટમાં સુપરમેનનો ગુણ છે, તે હવામાં ઉડી શકે છે, પરંતુ તેણે હવામાં ઉડવાને બદલે અહીં સ્પાઈડરમેનનો સ્ટંટ બતાવ્યો. આ વીડિયો જોઈને તમને સુપરમેન અને સ્પાઈડરમેન બંને ફિલ્મો ચોક્કસ યાદ આવશે.

સુંદર વીડિયો અહીં જુઓ:

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ ચોંકાવનારો વીડિયો શેયર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘બહાર જાઓ, થોડી તાજી હવા લો, તમારા મનને પોષો અને અદ્ભુત યાદો બનાવો!’. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘અદ્ભુત, પક્ષીઓ જ્યારે આકાશમાં ઉડે છે, પરંતુ પક્ષીઓ કારમાં હવાનો આનંદ માણે છે અને ડાન્સ કરે છે’.

આ પણ વાંચો: Viral Video: બાળકે માછલી પકડવા માટે કર્યો જુગાડ, વીડિયો શેયર કરીને આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ

આ પણ વાંચો: Bird Video: આ વ્યક્તિમાં છે અદ્દભુત ટેલેન્ટ, જુઓ રંગબેરંગી પોપટો કેવી રીતે તેણે પાસે બોલાવ્યા

Next Article