ગજબ હો બાકી ! આ દંપતિએ તેના બાળકનું નામ રાખ્યુ ‘બોર્ડર’, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

એક પાકિસ્તાની દંપતિએ તેમના નવજાત બાળકનું નામ 'બોર્ડર' રાખ્યું છે. જી હા ! તમને જાણીને આશ્વર્ય થશે, પરંતુ અમે આ બાળકનો અટારી બોર્ડર પર જન્મ થતા માતા-પિતાએ તેના બાળકનુ નામ બોર્ડર રાખી દીધુ.

ગજબ હો બાકી ! આ દંપતિએ તેના બાળકનું નામ રાખ્યુ 'બોર્ડર', કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
File Photo

Viral : એક પાકિસ્તાની દંપતિએ તેમના નવજાત બાળકનું નામ ‘બોર્ડર’ રાખ્યું છે. આ નામ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 71 દિવસથી અન્ય 97 પાકિસ્તાની નાગરિકો (Pakistan Civilian) સાથે આ દંપતિ અટારી બોર્ડર પર ફસાયેલા છે. આ દરમિયાન એક મહિલાએ બાળકને તેના બાળકને જન્મ આપ્યો હતો.

લાંબા સમયથી અટારી બોર્ડર પર અટવાયેલા કપલને કારણે તેઓએ પોતાના બાળકનું નામ ‘બોર્ડર’ (Border) રાખ્યું છે. હવે આ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, જાણકારી અનુસાર આ બાળકના માતા-પિતાનું નામ નિંબુ બાઈ અને બલમ રામ છે. બાળકના માતા-પિતાએ જણાવ્યુ કે, અમે અમારા બાળકનું નામ બોર્ડર રાખ્યું છે કારણ કે અમારું બાળક ભારત-પાક બોર્ડર પર જન્મ્યું હતું.

આ કારણે બાળકનુ નામ રાખ્યુ ‘બોર્ડર’

અહેવાલો અનુસાર, નિંબુ બાઈ નામની આ મહિલાને 2 ડિસેમ્બરના રોજ પ્રસૂતિની પીડા થઈ હતી. પડોશી પંજાબના ગામડાઓમાંથી કેટલીક સ્ત્રીઓ નિંબુ બાઈને (Nibu Bai) મદદ કરવા માટે આવી હતી. સ્થાનિક લોકોએ અન્ય સહાય પૂરી પાડવા ઉપરાંત ડિલિવરી માટે તબીબી સુવિધાઓની પણ વ્યવસ્થા કરી હતી.

બોર્ડર પર રહેવા લોકો મજબુર

બલમ રામે જણાવ્યું કે, લોકડાઉન પહેલા તેમના સંબંધીઓને મળવા 98 અન્ય નાગરિકો સાથે તેઓ ભારત આવ્યા હતા, પરંતુ જરૂરી દસ્તાવેજોના અભાવે તેઓ ઘરે પરત ફરી શક્યા ન હતા. આ ફસાયેલા લોકોમાં 47 બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બલમ રામ સિવાય તેમની સાથે રહેતા અન્ય એક પાકિસ્તાની નાગરિકે રામે તેમના પુત્રનું નામ ‘ભારત’ રાખ્યું છે કારણ કે તેનો જન્મ 2020માં જોધપુરમાં થયો હતો.

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફસાયેલા લોકો મજબૂરીમાં અટારી બોર્ડર પર તંબુમાં રહેવા મજબુર બન્યા છે. કારણ કે પાકિસ્તાની રેન્જર્સે તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ પરિવારો અટારી ઇન્ટરનેશનલ ચેક-પોસ્ટ પાસે પાર્કિંગમાં રહે છે.

આ પણ વાંચો : Video : છોકરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં થઈ ફજેતી ! બાઈક પર ખતરનાક સ્ટંટ કરવા જતા હાલ થયા બેહાલ

આ પણ વાંચો : Jugaad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, પરફેક્શન જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati